ભારતીય રેલવે નેટવર્ક દુનિયાના સૌથી મોટા રેલવે નેટવર્કમાંનું એક ગણાય છે. દરરોજ લાખો લોકો ટ્રેનની મદદથી પોતાની મંઝિલ સુધી પહોંચે છે. રેલવે પોતાના મુસાફરોની સુવિધા માટે સતત પોતાના નેટવર્કને સરસ બનાવી રહ્યું છે. હવે તો દેશના ઘણા શહેરો સુધી રેલવે લાઈન પહોંચી ગઈ છે. એવામાં શું તમને ખબર છે કે, આજે પણ ભારતમાં એક એવું રાજ્ય છે કે, જ્યાં એક પણ રેલવે સ્ટેશન નથી? આ વાત સાંભળીને ચોક્કસ તમને નવાઈ લાગી હશે પરંતુ ભારતનું સૌથી સુંદર પહાડી રાજ્ય ‘સિક્કિમ’ આજે પણ રેલવે નેટવર્ક સાથે પૂરી રીતે જોડાયેલું નથી. અહીં અત્યાર સુધી એક પણ રેલવે સ્ટેશન નથી. આના કારણે અહીંના લોકોને ઘણી મુશ્કેલીઓ પડે છે અને તેમણે ટ્રેનથી મુસાફરી કરવા માટે બીજા રાજ્યમાં જવું પડે છે. જો આના પાછળના કારણની વાત કરીએ તો, સિક્કિમની પહાડી અને અઘરી ભૌગોલિક બનાવટ આનું સૌથી મોટું કારણ છે. ઊંચા પહાડો, ઊંડી ખીણો અને પડકારજનક હવામાનના કારણે જ અહીં રેલવે લાઈન તૈયાર કરવી મુશ્કેલ રહી છે. આ જ કારણ છે કે, આટલા વર્ષો પછી પણ અહીં રેલ સેવા શરૂ થઈ શકી નથી. સિક્કિમના લોકો માટે સૌથી નજીકનું રેલવે સ્ટેશન ન્યૂ જલપાઈગુડી છે, જે અંદાજે 187 કિલોમીટર દૂર છે. આ સાથે જ સિલિગુડી પણ લગભગ 146 કિલોમીટરના અંતરે છે. ટ્રેન પકડવા માટે લોકોએ રોડ માર્ગે આ શહેરો સુધી જવું પડે છે. હાલમાં સિક્કિમને દેશના બાકીના ભાગો સાથે જોડવા માટે NH10 જ મુખ્ય રસ્તો છે. આ જ રોડ રાજ્યના લોકો માટે સંપર્કનું સૌથી મોટું માધ્યમ છે. સારી વાત એ છે કે, સિક્કિમને રેલવે નેટવર્ક સાથે જોડવાનું કામ શરૂ થઈ ચૂક્યું છે. અહીં સેવોક-રંગપો (Sivok–Rangpo) રેલ લાઈન પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ રેલ પ્રોજેક્ટનું કામ ડિસેમ્બર 2027 સુધીમાં પૂરું થઈ શકે છે. આ કામ પૂરું થયા પછી ‘સિક્કિમ’ પણ ભારતીય રેલવે નેટવર્ક સાથે જોડાઈ જશે અને સાથે જ અહીંના લોકો પણ ટ્રેન સેવાનો લાભ ઉઠાવી શકશે. RRB Technician Recruitment: રેલવેમાં 6565 જગ્યાઓ માટે ભરતી, અરજી પ્રક્રિયા 30 જૂનથી થશે શરૂ, જાણો વિગતો Post navigation BSNLનો 365 દિવસની વેલિડિટી વાળો પ્લાન ! રોજ મળશે 2GB ડેટા સહિતના લાભ સરકારી બેંકો અને LIC ના બજેટ પર કેન્દ્ર સરકારની કડકાઈ ! બિનજરૂરી ખર્ચાઓ પર તાત્કાલિક રોક લગાવવાનો આદેશ