સામાન્ય રીતે લોકોને એવું લાગે છે કે નવી ટેક્સ રિજીમ (New Tax Regime) અપનાવ્યા પછી ટેક્સ બચાવવાના બધા રસ્તા બંધ થઈ જાય છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. પગારદાર કર્મચારીઓ માટે ‘કોર્પોરેટ નેશનલ પેન્શન સિસ્ટમ’ એક એવો શાનદાર વિકલ્પ બનીને ઉભરી રહ્યો છે, જે માત્ર ટેક્સનો બોજ જ નથી ઘટાડતો પરંતુ ભવિષ્ય માટે એક મોટું ફંડ પણ તૈયાર કરે છે. આ જ કારણે હવે ઘણી કંપનીઓ પોતાના કર્મચારીઓના સેલરી સ્ટ્રક્ચરમાં આનો સમાવેશ કરી રહી છે. કલમ 80CCD(2) નો સીધો જાદુ: આવકવેરા કાયદાની કલમ 80CCD(2) હેઠળ, જો એમ્પ્લોયર (કંપની) દ્વારા કર્મચારીના NPS ખાતામાં યોગદાન આપવામાં આવે, તો તેના પર ટેક્સ મુક્તિ મળે છે. આ ફાયદો અન્ય સામાન્ય ટેક્સ છૂટછાટો ઉપરાંતનો છે અને સૌથી મહત્વની વાત એ છે કે નવી ટેક્સ રિજીમમાં પણ આનો ક્લેમ કરી શકાય છે. સમજો આખો ફોર્મ્યુલા: ₹40 લાખની સેલરી પર ગણતરી- જો કોઈ કર્મચારીની વાર્ષિક સીટીસી (CTC) ₹40 લાખ હોય, તો સામાન્ય રીતે તેના સેલરી સ્ટ્રક્ચરમાંથી અંદાજે ₹2.4 લાખ પ્રોવિડન્ટ ફંડ (PF) માં અને ₹96,154 ગ્રેચ્યુઈટીમાં જાય છે. આ કપાત બાદ ટેક્સેબલ સેલરી ₹36.63 લાખ આસપાસ રહે છે. ત્યારબાદ નવી ટેક્સ રિજીમ હેઠળ મળતા ₹75,000 ના સ્ટાન્ડર્ડ ડિડક્શનને બાદ કરતાં ટેક્સેબલ ઈનકમ ₹35.88 લાખ બચે છે. જો કર્મચારી કોર્પોરેટ NPS નો લાભ ન લે, તો તેણે આ આવક પર સેસ સહિત અંદાજે ₹6.82 લાખનો ટેક્સ ચૂકવવો પડે છે. NPS ઉમેરતા જ કેવી રીતે બદલાયું ગણિત?: હવે જો આ જ સેલરી સ્ટ્રક્ચરમાં એમ્પ્લોયર તરફથી ₹2.8 લાખનું યોગદાન NPS માં કરવામાં આવે, તો કર્મચારીની ટેક્સેબલ ઈનકમ ઘટીને અંદાજે ₹33.08 લાખ થઈ જાય છે. આના કારણે કુલ ટેક્સની જવાબદારી ઘટીને માત્ર ₹5.95 લાખની આસપાસ રહી જાય છે. આમ, કર્મચારીને સીધો જ ₹87,000 સુધીનો ટેક્સ ફાયદો થાય છે. નિવૃત્તિ માટે મજબૂત પીઠબળ: આ યોજના માત્ર વર્તમાનમાં ટેક્સ બચાવવા પૂરતી સીમિત નથી. કોર્પોરેટ NPS એ માર્કેટ-લિંક્ડ અને પ્રોફેશનલી મેનેજ્ડ રોકાણ છે, જેના કારણે લાંબા ગાળે નિવૃત્તિ (Retirement) સમયે એક મોટું અને મજબૂત ભંડોળ તૈયાર થાય છે જેમાં સારા રિટર્નની સંભાવના રહે છે. હાઈ-ઈનકમ પ્રોફેશનલ્સ અને પ્રગતિશીલ કંપનીઓ હવે આ ફોર્મ્યુલાનો ઉપયોગ ટેક્સ ઓપ્ટિમાઈઝેશન અને ભવિષ્યની નાણાકીય સુરક્ષા બંને માટે કરી રહી છે. હજારો પરિવારો પર તોળાઈ રહ્યું છે સંકટ, મેટા પછી હવે એમેઝોનમાં છટણીનો ધમધમાટ, શું એઆઈ માનવ રોજગારને ગળી જશે? Post navigation KKR vs GT Match Preview : કોલકાતા નાઈટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ, જાણો પિચ રિપોર્ટ, હવામાન અને સંભવિત પ્લેઇંગ XI ! રોકાણકારો માટે ‘મોટી તક’! બ્રોકરેજે આ સ્ટોકમાં આપ્યું ‘BUY’ રેટિંગ, ટાર્ગેટ પણ વધાર્યો