રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. અગાઉ આ જ સિવિલ હોસ્પિટલમાં શ્વાનોના આંટાફેરાના વિડિયો પણ વાયરલ થયો હતો, ત્યારબાદ હવે ઉંદરોના ત્રાસનો એક ચોંકાવનારો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને પગલે પ્રશાસન સામે ઘણા સવાલો પણ ઊભા થયેલા છે. પ્રાથમિક માહિતી મુજબ, આ વિડિયો સિવિલ હોસ્પિટલના OPD વિભાગનો છે. બીમારીઓની સારવાર લેવા આવતા દર્દીઓના નજીક જ કચરા પેટી જોવા મળી રહી છે અને ત્યા ઉંદરો ખુલ્લેઆમ ફરતા વિડિયોમાં જોવા મળી રહ્યા છે. ઉંદરોને કારણે ચેપ ફેલાવાનો પણ ભય દર્દીઓને સતાવી રહ્યો છે. ડોક્ટર કમલસિંહ ડોડીયાનું નિવેદન ઉંદરોને પકડવા માટે આગામી દિવસમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. ગત વર્ષે ઉંદરોને પકડવા માટે 40થી વધુ પાંજરા મૂકવામાં આવ્યા હતા. 2025ના ફેબ્રુઆરી મહિનામાં પણ ઉંદરોને પકડવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલ તંત્ર દર્દીઓને સારામાં સારી સારવાર મળે તે માટે કટિબદ્ધ છે આવું નિવેદન ડોક્ટર કમલસિંહ ડોડીયા દ્વારા આપવામાં આવેલું છે. આ પણ વાંચો, Breaking News: ભાવનગરના મહુવામાં ભેળસેળિયા માવાનો મોટો પર્દાફાશ, 1189 કિલો જથ્થો નાશ કરાયો, જુઓ Video Post navigation તમારા લેપટોપ ચાર્જર વાયર પર નાનકડો કાળો ગઠ્ઠો કેમ હોય છે ? 90% લોકોને નથી હોતી ખબર, જાણો મોટુ વૈજ્ઞાનિક રહસ્ય IPL 2026 : કેટલું કમાય છે આશિષ નેહરા? ગુજરાત ટાઈટન્સને પ્લેઓફમાં પહોંચાડવા માટે કોચ પર થાય છે પૈસાનો વરસાદ