ફેમસ અભિનેત્રી મૌની રોયે 27 જાન્યુઆરી 2022ના રોજ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા મૌની અને સૂરજ લાંબા સમય સુધી ડેટિંગ કરી હતી. રિલેશનશીપ બાદ મૌની રોયે ગોવામાં સુરજ સાથે લગ્ન કર્યા છે. ફરી એક વખત મૌની રોયની લગ્ન લાઈફ ચર્ચામાં આવી છે. એવી ચર્ચા થઈ રહી છે કે, સોશિયલ મીડિયા પર બંન્નેએ એકબીજાને અનફોલો કર્યા છે. ત્યારબાદ સંબંધોમાં તિરાડ પડવાની વાત સામે આવી રહી છે. મૌની રોયે ઈન્સ્ટાગ્રામ પર પોતાના પતિ સુરજને અનફોલો કર્યો છે. ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે, બંન્ને છુટાછેડા લઈ રહ્યા છે.અત્યારસુધી મૌની રોયે તેના પતિ સુરજની આ અટકળો પર કોઈ રિએક્શન આપ્યું નથી. તો ચાલો જાણીએ બંન્નેમાંથી કોની નેટવર્થ વધારે છે. મીડિયા રિપોર્ટ મુજબ અભિનેત્રી મૌની રોયની કુલ નેટવર્થ અંદાજે 40 થી 50 કરોડ રુપિયા છે. તેમણે ટીવી ઈન્ડસ્ટ્રી અને બોલિવુડની ફિલ્મો દ્વારા આ કમાણી એકઠી કરી છે. રિપોર્ટ અનુસાર મૌની એક ફિલ્મ માટે અંદાજે 1 કરોડ રુપિયાનો ચાર્જ લે છે. તેમજ ટીવીના એક એપિસોડ માટે લાખો રુપિયા લે છે. મ્યુઝિક વીડિયોમાંથી 40 લાખથી 1 કરોડ ચાર્જ કરે છે. મૌની રોયનો પતિ બેંગ્લુરુમાં જન્મેલ સુરજ નામ્બિયાર છે. તે બિઝનેસમેન છે. સુરજ યુએઈમાં કેપિટલ્સ માર્કેટ્સના ડાયરેક્ટર હેડ છે. આ સાથે તે ચાર્ટેડ અલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ એનાલિસ્ટ એસોશિએશનનો મેમ્બર છે. સુરજ નામ્બિયારની નેટ વર્થ અંદાજે 50 કરોડ રુપિયા બતાવવામાં આવી રહી છે. Breaking News : મૌની રોયનું લગ્નજીવન ખતરામાં છે? પતિને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરતા ચાહકો નારાજ થયા અહી ક્લિક કરો Post navigation Breaking News: “સનાતનનો જડમૂળથી નાશ થવો જોઈએ”, ઉદયનિધિ સ્ટાલિને CM થલપતિ વિજય સામે વિધાનસભામાં આપ્યુ વિવાદી નિવેદન ખાંડના વાસણમાં ઘૂસી ગઈ કીડીઓ? ફેંકતા પહેલા અજમાવો આ 4 ઘરેલું ઉપાયો