ડાંગ જિલ્લાના ખેડૂતોએ બહુજન સમાજ પાર્ટીના નેતૃત્વમાં મુખ્યમંત્રીને પાઠવ્યુ આવેદનપત્ર, પાક નુકસાનીનું વળતર આપવાની કરી માગ

ચાલુ વર્ષે અપૂરતા વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પાણીની અછત સર્જાઈ છે. ખાસ કરીને ખેડૂતો અને પશુપાલકોની સ્થિતિ વધુ કફોડી બની રહી છે. પશુપાલકો પાસે માલઢોરને પીવડાવવા માટે પાણી નથી તો ખેડૂતો પાસે પાકને પિયત આપવા માટે પાણીના કોઈ સોર્સ નથી જેના લીધે મોંઘા બિયારણો લાવીને અને પરસેવો પાડીને વાવેલો પાક મુરજાઈ રહ્યો છે. આ સ્થિતિમાં ડાંગ જિલ્લાના ખેડૂતોએ પાણી વગર સુકાઈ રહેલા મહામૂલા પાકને બચાવવા બહુજન સમાજ પાર્ટીની આગેવાનીમાં 26 ઓક્ટોબરે ઘરણા કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. જેનો આજદિન સુધી કોઈ લેખિત જવાબ ન મળતા ફરીથી મુખ્યમંત્રી જોગ એક રિમાઈન્ડર આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ છે.

311 ગામમાં સરવે કરાવી નુકસાનીનું વળતર આપવાની માગ

ડાંગ જિલ્લાના 311 ગામના ખેડૂતોએ પાક નુકસાનીનો સરવે કરવાની અને ડાંગ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત અથવા નુકસાનીગ્રસ્ત જાહેર કરવાની માગ કરી છે. ખેડૂતોની માગ છે કે તેમને હેક્ટર દીઠ નુકસાનના પ્રમાણ મુજબ યોગ્ય વળતર આપવામાં આવે. સાથે અગાઉ આપેલા આવેદનપત્ર પર શું કાર્યવાહી થઈ તેની લેખિત જવાબની માગ કરવામાં આવી છે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં નહીં આવે તો ખેડૂતો ભૂખ હડતાળ કરશે.

ઈરાનના કેશમ ટાપુ પર અમેરિકાનો હુમલો કેટલો ઘાતક? હોર્મુઝથી દુનિયાની તેલ સપ્લાય અને ભારત પર શું થશે અસર?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *