ઉનાળાની ઋતુમાં અવારનવાર ઘરમાં શાકભાજી બનાવવા માટે ખૂબ જ મર્યાદિત ઓપ્શન હોય છે. દૂધી, તુરીયા, ભીંડા, કોળું કે દાળ આ દિવસોમાં એટલી બધી વાર બને છે કે બાળકોથી લઈને મોટા વડીલો પણ તે ખાઈને કંટાળી જાય છે. જો તમે પણ રોજિંદા કંટાળાજનક શાકભાજીથી હટીને કંઈક અલગ, ટેસ્ટી અને હેલ્ધી બનાવવા માંગો છો, તો સોયાબીન કોફ્તા કરી એક શાનદાર ઓપ્શન છે. સોયાબીન શરીર માટે પ્રોટીન, ફાઈબર અને અન્ય પોષક તત્વોનો ખૂબ જ સારો સ્ત્રોત માનવામાં આવે છે. આ સ્વાદિષ્ટ વાનગીને તમે સરળતાથી ઘરમાં બનાવી શકો છો. સોયાબીન કોફ્તા બનાવવા માટેની જરૂરી સામગ્રી: કરકરા પીસેલા સોયા ચંક્સ (સોયાબીન) – 1 કપ પાણી – એક બાઉલ (સોયાબીન પલાળવા માટે) બાફેલા બટાકા – 2 નંગ મીઠું – 1/2 ચમચી ધાણાજીરું પાવડર – 1/2 ચમચી લાલ મરચું પાવડર – 1/4 ચમચી લીલા મરચાં (ઝીણા સમારેલા) – 1 નંગ હળદર પાવડર – 1/4 ચમચી લીલા ધાણા – અડધી કટોરી બેસન (ચણાનો લોટ) – 2 ચમચી તેલ – કોફ્તા તળવા માટે ગ્રેવી માટેની સામગ્રી: તેલ – 1 ચમચી જીરું – 1 નાની ચમચી તજ-લવિંગ અને મરી – થોડા નંગ તજપત્તું (તેજ પત્તા) – 1 નંગ ટોમેટો પ્યુરી (ટમેટાની પેસ્ટ) – 1 કપ આદુ – 1 ચમચી (ઝીણું સમારેલું) ફ્રેશ ક્રીમ કે મલાઈ – જરૂરિયાત મુજબ મીઠું – સ્વાદ અનુસાર બનાવવાની સરળ રીત: કોફ્તા તૈયાર કરવા માટે: સૌથી પહેલા સોયા ચંક્સને ઉકળતા ગરમ પાણીમાં આશરે 10 મિનિટ માટે ઢાંકીને રાખી દો. જ્યારે સોયાબીન બરાબર ફૂલી જાય, ત્યારે તેનું પાણી નિતારીને તેને મિક્સરમાં કરકરા પીસી લો. હવે એક વાસણમાં પીસેલા સોયાબીન, બાફેલા બટાકા, મીઠું, મસાલા, લીલા મરચાં, લીલા ધાણા અને ચણાનો લોટ (બેસન) નાખીને બરાબર મિક્સ કરી લો. આ મિશ્રણમાંથી નાના-નાના ગોળ કોફ્તા બનાવી લો અને તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. ગ્રેવી તૈયાર કરવા માટે: એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું, તેજપત્તું, તજ, લવિંગ અને મરી નાખીને સાંતળો. ત્યારબાદ તેમાં ટમેટા, આદુ અને લીલા મરચાની પેસ્ટ (પ્યુરી) ઉમેરો. ગ્રેવી બરાબર પાકી જાય એટલે તેમાં હળદર, ધાણાજીરું અને લાલ મરચું પાવડર ઉમેરીને મસાલાને સારી રીતે શેકી લો. અંતિમ સ્ટેપ: બીજી તરફ એક નાની પેનમાં થોડું ઘી કે તેલ મૂકીને બેસનને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો. શેકેલા બેસનને તૈયાર થયેલી ગ્રેવીમાં મિક્સ કરી દો. હવે જરૂર મુજબ પાણી ઉમેરીને ગ્રેવીને થોડીવાર ઉકળવા દો. ગ્રેવી બરાબર પાકી જાય એટલે તેમાં અગાઉથી તળેલા કોફ્તા ઉમેરો અને ઢાંકીને 3 થી 4 મિનિટ સુધી ચડવા દો. છેલ્લે ઉપરથી ફ્રેશ ક્રીમ અને લીલા ધાણાથી ગાર્નિશ કરો. તમારી ગરમાગરમ અને પ્રોટીનથી સભર સોયાબીન કોફ્તા કરી પીરસવા માટે તૈયાર છે! દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે ની કોટા પાસે ખુલેલી ટનલથી મુસાફરોને મોટી રાહત, સફરનો સમય ઘટશે Post navigation Jio IPO: નફાથી આવક સુધી, મુકેશ અંબાણીની Jio પાસે કેટલા કરોડ સબ્સ્ક્રાઇબર્સ છે? જાણો A ટુ Z માહિતી મચ્છર ભગાડવાનું લિક્વિડ બાળકો માટે કેટલું સુરક્ષિત? એક્સપર્ટ્સે આપી ચેતવણી