સાઉથ સુપરસ્ટાર અને તમિલનાડુના મુખ્યમંત્રી વિજયની છેલ્લી ફિલ્મ જનનેતા સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મની રિલીઝને ચાહકો લાંબા સમયથી રાહ જોતા હતા. હવે આ રાહ પૂર્ણ થઈ ચૂકી છે. ચાહકોએ તહેવારી જેમ સેલિબ્રેટ કરી છે. ફિલ્મની રિલીઝને લઈ આખા તમિલનાડુમાં શાનદાર ઉત્સાહ જોવા મળ્યો છે. કેટલાક સ્થળો પર થિયેટરની બહાર ડાન્સ, લેઝર શો, ડ્રોન શો અને ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા છે. ચાહકોની સાથે -સાથે વિજયની પાર્ટી ટીવીકેના કાર્યકર્તાઓએ પણ આ સેલિબ્રેશન તહેવારની જેમ કર્યું છે. સોશિયલ મીડિયા પર તમામ વીડિયો સામે આવી રહ્યા છે. જેનાથી ચાહકોમાં ઉત્સાહ સ્પષ્ટ પણે જોવા મળી રહ્યો છે. VIDEO | Celebrations across Tamil Nadu to welcome the theatrical release of Chief Minister C Joseph Vijay starrer ‘Jana Nayagan’. Fans pour milk over Vijay’s poster outside a cinema hall in Madurai.#JanaNayagan #CMVijay #TamilNaduNews (Full video available on PTI Videos -… pic.twitter.com/88FhnsQ0Xm — Press Trust of India (@PTI_News) July 23, 2026 રિલીઝ થઈ વિજયની છેલ્લી ફિલ્મ જન નેતા જનનેતા વિજયના એક્ટિંગ કરિયરની છેલ્લી ફિલ્મ છે. ત્યારબાદ તે સંપૂર્ણ પણે રાજકારણમાં ધ્યાન આપશે. ત્યારે ફિલ્મની રિલીઝનને લઈ તેના ચાહકો ખુબ ઈમોશનલ થયા હતા. ચેન્નાઈના Woodlands અને Casino જેવા સિનેમાઘરોમાં રિલીઝ પહેલા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જ્યારે સાંજના આકાશમાં લેઝર શો અને ડ્રોન શો દ્વારા વિજયનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. ચાહકોએ ઢોલ-નગાડા અને ડાન્સની સાથે ફિલ્મનો જશ્ન મનાવ્યો હતો. THALAPATHY MODE ON #JanaNayagan pic.twitter.com/s2ZmZNu6gS — Harish N S (@Harish_NS149) July 23, 2026 એચ વિનોથના નિર્દેશનમાં બનેલી જન નેતામાં વિજયની સાથે પુજા હેગડે, બોબી દેઓલ, મમિતા બૈજુ, ગૌતમ વાસુદેવ મેનન, પ્રકાશ રાજ અને નારાયણ જેવા કલાકારો મહ્તવની ભૂમિકામાં જોવા મળ્યા છે. આ ફિલ્મ વિજયના એક્ટિંગ કરિયરની છેલ્લી ફિલ્મ માનવામાં આવી છે. કારણ કે, ત્યારબાદ તે સંપૂર્ણ પણ રાજકારણમાં એક્ટિવ થશે. તમને જણાવી દઈએ કે, વિજયના ચાહકો ખુબ લાંબા સમયથી તેની આ ફિલ્મની રાહ જોતા હતા. સિનેમા અને રાજનીતિના ‘GOAT’ વિજય થલાપતિનો આજે છે જન્મદિવસ, જુઓ પરિવાર અહી ક્લિક કરો Post navigation Breaking News : નવસારીમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે નદીઓમાં ઘોડાપૂર આવ્યું, 100થી વધુ લોકોનું રેસ્ક્યૂ, જુઓ Video પેપર લીક કેસમાં વડાપ્રધાન મોદીનો મોટો નિર્ણય, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે સુનાવણી, દોષિતો સામે કડક કાર્યવાહીના આદેશ