Delhi Capitals vs Royal Challengers Bengaluru: Indian Premier League 2026 ની 39મી મેચમાં Delhi Capitals સામે Royal Challengers Bengaluru એ એકતરફી પ્રદર્શન કરીને માત્ર 39 બોલમાં જ જીત મેળવી. Arun Jaitley Stadium ખાતે રમાયેલી આ મેચમાં દિલ્હીની ટીમ માત્ર 75 રનમાં ઓલઆઉટ થઈ ગઈ, જ્યારે RCB એ 6.3 ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી લીધું. દિલ્હી કેપિટલ્સ માટે આ મેચ ખરાબ સપનાની જેમ સાબિત થઈ. ટોસ હાર્યા બાદ તેમને પહેલા બેટિંગ કરવી પડી, પરંતુ શરૂઆતથી જ વિકેટો ઝડપથી પડવા લાગી. ડેબ્યુ કરનાર સાહિલ પારેખ બીજા જ બોલ પર આઉટ થયો. ત્યારબાદ Bhuvneshwar Kumar અને Josh Hazlewood ની ઘાતક બોલિંગ સામે દિલ્હીના બેટ્સમેન ટકી શક્યા નહીં. માત્ર 8 રનમાં જ 6 વિકેટ પડી જતા ટીમ પર ભારે દબાણ આવ્યું. મધ્યક્રમમાં Abhishek Porel એ 30 રન અને David Miller એ 18 રન બનાવી ટીમને થોડો સંભાર્યો, પરંતુ આખી ટીમ 75 રન સુધી જ સીમિત રહી. RCB તરફથી હેઝલવુડે 12 રનમાં 4 વિકેટ લીધી, જ્યારે ભુવનેશ્વર કુમારે માત્ર 5 રન આપી 3 વિકેટ ઝડપી. અન્ય બોલરો પણ અસરકારક રહ્યા. Done in style, Done with conviction @rcbtweets claim 2⃣ points registering a record chase in New Delhi Scorecard https://t.co/HIiNNEutP0#TATAIPL | #KhelBindaas | #DCvRCB pic.twitter.com/IWcxJ3PLkV — IndianPremierLeague (@IPL) April 27, 2026 લક્ષ્યનો પીછો કરતા RCB એ કોઈ દબાણ લીધું જ નહીં. આક્રમક બેટિંગ સાથે તેમણે માત્ર 39 બોલમાં મેચ પૂર્ણ કરી અને ફક્ત એક વિકેટ ગુમાવી. આ જીત RCB માટે ખાસ છે, કારણ કે IPL માં સૌથી ઓછા બોલમાં જીત મેળવવાના તેમના રેકોર્ડમાં આ સૌથી મોટી સિદ્ધિ છે. આ હાર દિલ્હી માટે ખૂબ જ શરમજનક રહી, કારણ કે પોતાના હોમ ગ્રાઉન્ડ પર આટલી એકતરફી હાર તેમને પહેલી વાર મળી છે. બીજી તરફ, RCB માટે આ જીત પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર લાવી છે. 8 મેચમાંથી 6 જીત સાથે ટીમ હવે બીજા સ્થાને પહોંચી ગઈ છે. હાલમાં પોઈન્ટ ટેબલમાં પંજાબ ટોચ પર છે, જ્યારે RCB નું મજબૂત પ્રદર્શન તેમને પ્લેઓફની રેસમાં વધુ મજબૂત બનાવે છે. Breaking News: મિશેલ સેન્ટનર આખી સિઝનમાંથી થયો બહાર Post navigation ‘હું લૂપમાં ફસાઈ ગઈ છું’, કેનેડામાં ભણતી ભારતીય વિદ્યાર્થિનીએ સ્ટડી અને કામના સંતુલન અંગે કહી મોટી વાત, જુઓ Video Breaking News: ભુવનેશ્વર કુમાર પર્પલ કેપની રેસમાં નંબર 1 બન્યો, ઓરેન્જ કેપ રેસમાં કોણ આગળ?