રિંકુ સિંહે ભારત માટે ફિનિશર તરીકે અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું, પરંતુ પછી તેને ભારતીય ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો. જે બાદ તેને અચાનક ઝિમ્બાબ્વે શ્રેણી માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો અને હવે ફરી એકવાર તેને બહાર કરવામાં આવ્યો છે. રિંકુ સિંહને ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાં તક મળી, જ્યાં તેણે 12 અને 25 રન બનાવ્યા અને હવે તેને T20 ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. જોકે, ત્યારબાદ રિંકુ સિંહે યુપી T20 લીગમાં સારું ફોર્મ મેળવ્યું હતું. તેણે મેરઠ માટે સાત મેચમાં 42.25 ની સરેરાશથી 19 રન બનાવ્યા. તેનો સ્ટ્રાઇક રેટ 219 હતો અને તેણે 15 છગ્ગા ફટકાર્યા. જોકે, ટીમ ઇન્ડિયાએ તેને અફઘાનિસ્તાન T20 શ્રેણીમાં તક આપી ન હતી. નીતિશ કુમાર રેડ્ડી અને વોશિંગ્ટન સુંદર T20 ટીમમાં પાછા ફર્યા છે, જેમને ફિનિશરની ભૂમિકા સોંપવામાં આવી છે. અક્ષર પટેલ અને શિવમ દુબે પણ ટીમમાં છે. તેથી, રિંકુ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવું મુશ્કેલ છે. એકવારરિંકુ સિંહે ટીમ ઈન્ડિયા માટે 48 T20 મેચોમાં 36.94 ની સરેરાશથી 702 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ પણ 156.34 છે. છતાં તે ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કરી શક્યો નથી. (PC-PTI) Ishan Kishan: કેપ્ટન હોય તો ઈશાન કિશન જેવો, નથી હાર્યો એક પણ મેચ, શાનદાર છે કપ્તાનીનો રેકોર્ડ Post navigation ઘરની આ દિશામાં ભૂલથી પણ ન રાખશો કચરો: ફેંગશુઈમાં સીધો ધન અને સમૃદ્ધિ સાથે છે સંબંધ, જાણો સાચા નિયમો બદલાઈ ગઈ ફ્લૂ વેક્સિન: નવા ‘સુપર-K’ સ્ટ્રેન સામે રક્ષણ આપશે ટ્રાઈવેલેન્ટ રસી, જાણો કોના માટે આ રસી લેવી અનિવાર્ય