આજની તારીખ 10 ઓક્ટોબર 2026 ના રોજ અમદાવાદમાં સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. 24K સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ રુપિયા 710નો વધારો જોવા મળી રહ્યો છે. તો 22K અને 18K ના ભાવમાં 650 અને 530નો વધારો છે. (Image Source | Groww) અમદાવાદમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,51,470 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,38,850 અને 1,13,600 છે. (Image Source | AI Generated) અમદાવાદમાં, છેલ્લા 10 દિવસમાં સૌથી વધારે ભાવ આજના તારીખે જ નોંધાયો છે. જેમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,51,470 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,38,850 અને 1,13,600 છે. (Image Source | Groww) છેલ્લા 10 દિવસમાં અમદાવાદમાં, સોનાનો સૌથી ઓછો 06 ઓક્ટોબરના રોજ હતો. જે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,49,070 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,36,650 અને 1,11,800 છે. (Image Source | Groww) આજે 24K સોનાના ભાવ ₹1,51,470 છે. જે 10 સપ્ટેમ્બર 2026 ના રોજનો ભાવ ₹1,55,560 હતો. જેની સરખામણીએ આજના ભાવમાં ₹4,090 નો ઘટાડો થયો છે. (Image Source | Groww) અમદાવાદમાં 10 ગ્રામ 24K ફિઝિકલ સોનું અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચેના ખર્ચનો તફાવત દર્શાવે છે. બંનેની મૂળ કિંમત ₹1,51,470.00 અને 3% GST (₹4,544.10) સરખા છે. પરંતુ ફિઝિકલ સોનામાં ઘડામણ, વેસ્ટેજ અને હોલમાર્કિંગ ચાર્જ ઉમેરાતા તે ₹1,77,254.90 થી ₹1,91,052.20 માં પડે છે. જ્યારે ગોલ્ડ ETF માં આ વધારાના ખર્ચ ન હોવાથી તે ₹1,52,227.35 થી ₹1,52,984.70 માં છે. (Image Source | Groww) દિવાળી પહેલાં સોનું ખરીદવું ફાયદાકારક છે કે નહીં, તે તમારા ખરીદીના હેતુ પર આધાર રાખે છે. જો તમે દિવાળીએ ઘરેણાં ખરીદવાનાં જ હો, તો ભાવ ઘટવાની રાહ જોવાને બદલે તબક્કાવાર ખરીદી કરવી એક વ્યવહારુ વિકલ્પ બની શકે છે. જોકે, સોનાના ભાવ દિવાળી સુધી વધશે કે ઘટશે તેની ખાતરી આપી શકાય નહીં. (Image Source | AI Generated) નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | AI Generated) આ પણ વાંચો, Gold Silver Rate In Gujarat : તહેવારો પહેલાં જ સોનાના ભાવમાં ભડકો, અમદાવાદથી રાજકોટ સુધી 24K સોનાનો ભાવ ₹1.51 લાખ પાર ! Post navigation રેખાએ આ પ્રખ્યાત અભિનેતા સાથે લગ્ન કર્યા! પરંતુ તેને પતિ તરીકે સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો કારણ કે.. Peepal Tree Vastu Tips : ઘરમાં પીપળાનું ઝાડ ઉગવું શુભ છે કે અશુભ? જાણો ઘરના બાંધકામને નુકસાન થતુ હોય તો શું કરવુ