Gir Somnath Breaking News : ખેડૂતોની દિવાળી બગડી! કમોસમી વરસાદે મગફળી, કપાસ અને સોયાબીનના પાકને પહોંચાડ્યું નુકસાન, જુઓ Video

ગીર સોમનાથમાં અલનીનોની અસરને કારણે પહેલેથી જ મુશ્કેલીનો સામનો કરી રહેલા ખેડૂતો પર કમોસમી વરસાદે વધુ એક આફત લાવી છે. ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે મગફળી, સોયાબીન, કપાસ અને શાકભાજીના પાકને મોટું નુકસાન થયું છે. અનેક વિસ્તારોમાં ખેતરમાં તૈયાર થયેલો પાક વરસાદના પાણીમાં પલળી જતાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. દિવાળી પહેલાં પાક તૈયાર કરીને તેનું વેચાણ કરી પરિવાર સાથે તહેવાર મનાવવાનું ખેડૂતોનું સપનું હવે અધૂરું રહી ગયું છે.

કમોસમી વરસાદને કારણે ખેડૂતોની દિવાળી બગડી

ગીર સોમનાથ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની દિવાળી બગડી છે અને તેમની આર્થિક મુશ્કેલીઓમાં વધારો થયો છે. ક્યાંક ખેતરમાં ઊભા પાકને નુકસાન થયું છે, તો ક્યાંક પશુઓના આશ્રયસ્થાનોને પણ ભારે પવન અને વરસાદના કારણે નુકસાન પહોંચ્યું છે. આમ, દિવાળીના તહેવાર પહેલાં જ ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. ખેડૂતો માટે દિવાળી ખુશીઓનો નહીં, પરંતુ ચિંતાઓ અને મુશ્કેલીઓનો સમય બની ગઈ છે.

આ પણ વાંચો, Equity : શેરબજારના ઉતાર-ચઢાવ વચ્ચે લાર્જ કેપ ફંડ્સનું કમાલ, જાણો 1 થી 10 વર્ષનું રિટર્ન ગણિત !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *