2026 ફિફા વર્લ્ડ કપ સમાપ્ત થઈ ગયો છે. જોકે, ભારતીય ફૂટબોલ ટીમ હવે તેમાં ભાગ લેનારી 3 ટીમોનો સામનો કરશે. આ બધી મેચ આ વર્ષે રમાશે. ભારતની ફૂટબોલ ટીમ 26-27 સપ્ટેમ્બરના રોજ પનામા સામે પ્રથમ મુકાબલો કરશે. ભારત-પનામા ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી મેચનું સ્થળ હજુ નક્કી થયું નથી. ત્યારબાદ ભારતીય ટીમ બ્રાઝિલનો સામનો કરશે. ભારતીય ફૂટબોલ ટીમ અને બ્રાઝિલની ફ્રેન્ડલી મેચ 3 ઓક્ટોબરના રોજ કોલકાતામાં રમાશે. સમગ્ર ભારતમાં ફૂટબોલ ચાહકો આ મેચને જોવા ખૂબ જ ઉત્સુક છે. બ્રાઝિલનો સામનો કર્યા પછી, ભારતીય ફૂટબોલ ટીમ આ વર્ષે નવેમ્બરમાં અવે મુકાબલામાં ન્યૂઝીલેન્ડનો સામનો કરશે. AIFF ના એક અધિકારીએ જણાવ્યું કે બ્રાઝિલ સામેની મેચ કન્ફર્મ થઈ ગઈ છે. પનામાએ પણ ભારત સામે રમવા માટે સંમતિ આપી છે. “અમે ત્રણ ટીમોનો સામનો કરીશું જે ગયા FIFA વર્લ્ડ કપની દાવેદાર હતી. તેમની સામે સારો દેખાવ ભારતીય ટીમનું મનોબળ વધારશે.” (PC: PTI/Getty) IND vs SL: બે ટેસ્ટમાં બે સદી, હવે પડિકલને ટીમમાંથી બહાર રાખવું અશક્ય, ODIમાં પણ મળશે તક? Post navigation IND vs SL: બે ટેસ્ટમાં બે સદી, હવે પડિકલને ટીમમાંથી બહાર રાખવું અશક્ય, ODIમાં પણ મળશે તક? ઘરની સુરક્ષા માટે સાદો તાળો સારો કે હાઇટેક સ્માર્ટ લોક? જાણો કિંમત, મજબૂતી અને ફાયદા-ગેરફાયદા