ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર બેટ્સમેન સંજુ સેમસને IPL 2026 માં વધુ એક વિસ્ફોટક ઇનિંગ રમી. તેણે સિઝનની 33મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે શાનદાર સદી ફટકારી. આ સંજુ સેમસનની ચાર મેચમાં બીજી સદી છે. આ પહેલા તેણે દિલ્હી કેપિટલ્સ સામે સદી ફટકારી હતી. વાનખેડે સ્ટેડિયમમાં, તેણે ધમાકેદાર પ્રદર્શન કરતા મુંબઈના બોલરોને ધોઈ નાખ્યા. સંજુ સેમસને સિઝનની બીજી સદી ફટકારી સંજુ સેમસનની આ સિઝનની શરૂઆત ખરાબ રહી હતી, પરંતુ હવે તેણે જોરદાર વાપસી કરી છે. ફરી એકવાર, તેણે પોતાની વિસ્ફોટક બેટિંગ કુશળતા દર્શાવી. વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ સામેની તેની ધમાકેદાર ઇનિંગમાં, તેણે માત્ર 54 બોલમાં અણનમ 101 રન બનાવ્યા, જેમાં 10 ચોગ્ગા અને છ છગ્ગાનો સમાવેશ થાય છે, તેનો સ્ટ્રાઇક રેટ 187.03 રહ્યો છે. ખાસ વાત એ છે કે તેણે ઈનિંગના છેલ્લા બોલ પર એક ચોગ્ગા સાથે પોતાની સદી પૂર્ણ કરી. ચેન્નાઈ માટે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન સંજુ સેમસનની ઇનિંગ્સ રેકોર્ડથી ભરેલી હતી. આ સદી સાથે, સંજુ સેમસન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સૌથી વધુ સદીઓ ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં ટોચના સ્થાને પહોંચી ગયો છે. તેના સિવાય, ફક્ત ઋતુરાજ ગાયકવાડ, મુરલી વિજય અને શેન વોટસને જ CSK માટે બે સદી ફટકારી છે. જોકે, ઇનિંગ્સની દ્રષ્ટિએ તે ચાર્ટમાં આગળ છે. An innings that pushed @chennaiipl forward, an innings that held them together Sanju Samson with his 5⃣th #TATAIPL ton tonight, staying unbeaten through the innings Scorecard https://t.co/gGt34dqUoq#TATAIPL | #KhelBindaas | #MIvCSK pic.twitter.com/Kgf5FGl7IO — IndianPremierLeague (@IPL) April 23, 2026 ખાસ યાદીમાં સંજુની એન્ટ્રી આ સંજુ સેમસનની IPL કારકિર્દીની પાંચમી સદી છે. આ સાથે, તે IPLમાં સૌથી વધુ સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં સંયુક્ત ચોથા સ્થાને પહોંચી ગયો છે. IPL ઇતિહાસમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે વિરાટ કોહલી ટોપ પર છે. તેણે 8 સદી ફટકારી છે. બીજા ક્રમે 7 સદી સાથે જોસ બટલર અને ત્રીજા ક્રમે 6 સદી સાથે ક્રિસ ગેલ છે. કેએલ રાહુલ અને સંજુ સેમસન પાંચ સદી સાથે ચોથા ક્રમે છે. CSKએ બોર્ડ પર મોટો સ્કોર બનાવ્યો સંજુ સેમસનની ઇનિંગના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 207 રનનો સ્કોર બનાવ્યો. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે પણ 22 રન બનાવ્યા, જ્યારે ડેવાલ્ડ બ્રેવિસે 21 રન અને કાર્તિક શર્માએ 18 રનનું યોગદાન આપ્યું. Breaking News: સંજુ સેમસને હાર્દિક પંડ્યાની બોલિંગ કરી બરબાદ, 12 બોલમાં કરી જોરદાર ફટકાબાજી Post navigation મુંબઈ ઈન્ડિયન્સ સામે CSKના ખેલાડીઓએ કેમ બાંધી કાળી પટ્ટી? – ટીમે આવુ કરીને કોના માટે વ્યક્ત કર્યો શોક વાંચો Breaking News: પાકિસ્તાની મૂળના ખેલાડીની IPL 2026 માં એન્ટ્રી, દિલ્હી કેપિટલ્સનો ચોંકાવનારો નિર્ણય