Breaking News : મુંબઈ ઈન્ડિયન્સે લીધો ચોંકાવનારો નિર્ણય! મહેલા જયવર્ધનેની રજા, જાણો કયા ઓલરાઉન્ડરને સોંપી હેડ કોચની કમાન?

મુંબઈ ઈન્ડિયન્સે વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડ સાથેના પોતાના સંબંધોને નવું પરિમાણ આપ્યું છે. ફ્રેન્ચાઇઝીએ તેને ટીમનો હેડ કોચ બનાવવાનો નિર્ણય લીધો છે. પોલાર્ડ વર્ષ 2010થી મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલો છે. તે છેલ્લી ચાર સિઝનથી ટીમનો બેટિંગ કોચ તરીકે કાર્યરત હતો. IPL 2023 પહેલાં પોલાર્ડે ખેલાડી તરીકે IPL માંથી નિવૃત્તિ લીધી હતી. હવે તેઓ મુંબઈ ઈન્ડિયન્સના નવા હેડ કોચ તરીકે મહેલા જયવર્ધનેનું સ્થાન લેશે.

મુંબઈ ઈન્ડિયન્સ અને પોલાર્ડનો જૂના સંબંધ

વર્ષ 2010 માં ખેલાડી તરીકે મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયા બાદ કિરોન પોલાર્ડ ટીમની તમામ પાંચ IPL ખિતાબી જીતનો હિસ્સો રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે 2013, 2015, 2017, 2019 અને 2020 માં IPL ટ્રોફી જીતી હતી. આ તમામ જીતમાં પોલાર્ડ ટીમનો ભાગ રહ્યો હતો. આ ઉપરાંત, મુંબઈ ઈન્ડિયન્સે 2011 અને 2013માં જીતેલી ચેમ્પિયન્સ લીગ ટ્રોફીમાં પણ પોલાર્ડે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

IPLમાં કિરોન પોલાર્ડનું પ્રદર્શન

ખેલાડી તરીકે પણ પોલાર્ડનો મુંબઈ ઈન્ડિયન્સ માટેનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. તેણે IPL માં 189 મેચ રમીને 147.32 ના સ્ટ્રાઇક રેટથી કુલ 3,412 રન બનાવ્યા છે. આ ઉપરાંત, તેણે 69 વિકેટ પણ ઝડપી છે. પોલાર્ડે IPL માં પોતાની છેલ્લી મેચ 2022 ની સિઝનમાં રમી હતી. ત્યારબાદ તે ટીમનો બેટિંગ કોચ બન્યો હતો અને હવે હેડ કોચની ભૂમિકા નિભાવશે.

હેડ કોચ તરીકે પોલાર્ડનું પહેલું કામ શું હશે?

કિરોન પોલાર્ડ જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયો હતો ત્યારે તેની ઉંમર માત્ર 22 વર્ષની હતી. હવે 16 વર્ષ બાદ તે ફ્રેન્ચાઇઝીનો મહત્ત્વનો સભ્ય બની ગયા છે. હેડ કોચ તરીકે પોલાર્ડનું પ્રથમ મહત્ત્વનું કામ ડિસેમ્બરમાં ગોવામાં યોજાનારા ખેલાડીઓના ઓક્શન પહેલાં ટીમમાં જાળવી રાખવાના ખેલાડીઓની યાદી તૈયાર કરવાનું રહેશે. હવે જોવાનું એ રહેશે કે પોલાર્ડના માર્ગદર્શન હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ IPL 2027માં કેવું પ્રદર્શન કરે છે.

આ પણ વાંચો, ઘરમાં ઇચ્છો છો ધન-સંપત્તિની ભરમાર? શરદ પૂર્ણિમાની રાત્રે કરો આમાંથી કોઈ એક ઉપાય!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *