બંગાળની રાજનીતિમાં 4 મેના રોજ એવું થયું જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. મેદિનીપુરના લાડલા સુવેન્દુ અધિકારીએ માત્ર પોતાનો ગઢ બચાવ્યો નથી પરંતુ ભવાનીપુર સીટ પરથી મમતા બેનર્જીને માત આપી આખા દેશને ચોંકાવી દીધું છે. હવે દરેક શેરીએ ચર્ચા થઈ રહી છે કે, શું દાદા જ બનશે બંગાળના આગામી મુખ્યમંત્રી? રાજકારણમાં વિરોધીઓને હરાવનાર સુવેન્દુ અધિકારી અભ્યાસ મામલે કેટલા હોશિયાર છે. તેના વિશે જાણીએ. તેમનું શરુઆતની જીવન પૂર્વ મેદિનીપુર ગલીઓમાં પસાર થયું હતુ.તેમણે મેદિનીપુરની સ્થાનીક સ્કુલમાં અભ્યાસ કર્યો છે. 1987માં મોડલ સ્કુલમાંથી હાયર સેકન્ડરીની પરિક્ષા પાસ કરી હતી. ત્યારબાદ તેમણે કોલજ કરી હતી. સુવેન્દુ અધિકારીએ પોતાનું ગ્રેજ્યુએશન પી.કે કોલેજમાંથી પૂર્ણ કર્યો છે. જે વિદ્યાસાગર યૂનિવર્સિટી સાથે જોડાયેલ છે. પરંતુ વાત એ નથી કે. શિક્ષણ પ્રત્યેનો તેમનો જુસ્સો આટલો બધો હતો કે તેમણે કોલકાતાની પ્રખ્યાત રવીન્દ્ર ભારતી યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો, જ્યાં તેમણે એમ.એ. ની ડિગ્રી મેળવી, જેનો અર્થ એ થયો કે રાજકારણમાં આવતાપહેલા તેમને કળાની ઊંડી સમજ હતી. સુવેન્દુ અધિકારીના શિક્ષણ વિશે વાત કરીએ તો. ધોરણ 12 કાંથી મોડલ સ્કૂલ, ગ્રેજ્યુએશન કાંથી પી.કે, કોલેજમાંથી પૂર્ણ કર્યું તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન એમ.એ રવિન્દ્ર ભારતીય યુનિવર્સિટી કોલકત્તામાંથી પૂર્ણ કર્યું હતુ. પરિણામોમાં, સુવેન્દુએ ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જીને 15,105 મતોના માર્જિનથી હરાવ્યા. આ જીત મહત્વપૂર્ણ છે કારણ કે ,ભવાનીપુર દીદીનો ગઢ માનવામાં આવતો હતો. આ જીત બાદ, ભાજપમાં સુવેન્દુ દાદાને મુખ્યમંત્રી પદના ઉમેદવાર માનવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. હાલમાં, ભાજપ તેમની ઐતિહાસિક જીતની ઉજવણી કરી રહ્યું છે. (ALL PHOTO :PTI) મમતા બેનર્જીને હરાવી ઈતિહાસ રચનાર, સુવેન્દુ અધિકારીનો પરિવાર જુઓ વધુ સમાચાર માટે અહી ક્લિક કરો Post navigation Breaking News : ભારતીય ક્રિકેટમાં ‘ગર્લફ્રેન્ડ કલ્ચર’! BCCI ના નવા નિયમની હાર્દિક પંડ્યા સહિત આ ખેલાડીઓ પર અસર પડશે AC ચલાવવાથી વીજળીનું બિલ વધારે આવી રહ્યું છે? તો આ 7 સ્માર્ટ રીતથી બિલ આવશે ઓછું