તહેવારી સીઝન પહેલા Maruti Suzuki ઈન્ડિયા લિમિટેડે ગ્રાહકોને મોટો આંચકો આપતા પસંદગીના મોડેલ્સની કિંમતોમાં વધારો કરી દીધો છે. કંપનીએ વાહનોની કિંમતોમાં ₹20,000 સુધીનો વધારો કર્યો છે, જે May પછીનો ત્રીજો વધારો છે. કિંમતમાં વધારા પાછળ કંપનીએ વધતી ઇનપુટ કોસ્ટ (કાચા માલનો ખર્ચ) અને મોંઘવારીના બોજને કારણ બતાવ્યું છે. અગાઉની બે વાર કંપનીએ આખા પોર્ટફોલિયોની કિંમતો વધારી હતી પરંતુ આ વખતે માત્ર કેટલાક ખાસ મોડેલ્સની કિંમતો જ વધારવામાં આવી છે. રેગ્યુલેટરી ફાઇલિંગમાં કંપનીએ આપી માહિતી કંપનીએ એક રેગ્યુલેટરી ફાઇલિંગમાં કહ્યું છે કે, “ઇનપુટ કોસ્ટમાં સતત થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને કંપનીએ કેટલાક ખાસ મોડેલ્સની કિંમતોમાં ₹20,000 સુધીનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.” કિંમતોમાં આ વધારો સપ્ટેમ્બર 2026 થી લાગુ થઈ ગયો છે. ઇનપુટ કોસ્ટના કારણે કિંમતો વધી માત્ર મારુતિ સુઝુકી જ નહીં પરંતુ ટાટા અને હ્યુન્ડાઈ જેવી કંપનીઓએ પણ ઇનપુટ કોસ્ટના કારણે સપ્ટેમ્બરથી ગાડીઓની કિંમતો વધારી છે. ભારતની સૌથી મોટી ઓટોમેકર કંપની મારુતિ સુઝુકી ખર્ચ ઘટાડવાના ઉપાયો દ્વારા તેની અસર જેટલી બને તેટલી ઓછી કરવાનો સતત પ્રયાસ કરી રહી છે. કંપનીએ ઉમેર્યું કે, “મોંઘવારીનો બોજ ઊંચા સ્તરે હોવાને કારણે અને ખરાબ ખર્ચ પરિસ્થિતિના લીધે કંપની વધેલા ખર્ચનો કેટલોક હિસ્સો ગ્રાહકો પર નાખવા માટે મજબૂર છે. સાથે જ એ પણ સુનિશ્ચિત કરવાનું ચાલુ રાખશે કે, ગ્રાહકો પર આની અસર જેટલી બને તેટલી ઓછી થાય.” મારુતિ સુઝુકીએ હજુ સુધી એ ખુલાસો કર્યો નથી કે, આ વખતે કયા-કયા મોડેલ્સની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે? Maruti Arena અને Nexa રેન્જમાં છે આ ગાડીઓ કંપની તેની એરિના (Arena) રેન્જમાં S-Presso, Celerio, Alto K10, Eeco, WagonR, Dzire, Swift, Ertiga, Brezza અને Victoris વેચે છે, જ્યારે કંપની તેની નેક્સા (Nexa) રેન્જમાં e VITARA, Jimny, Invicto, Grand Vitara, XL6, Baleno અને FRONX વેચે છે. શું તમેં પણ કાર પાર્ક કરીને ભૂલી જાણો છો કે કઈ જગ્યાએ પાર્ક કરી? Google Mapsની આ ટ્રિક લાગશે કામ Post navigation ભારતને જેટલું જોઈશે તેટલું ક્રૂડ ઓઇલ આપીશું, ટેરિફની ધમકીઓ વચ્ચે રશિયાએ વ્યક્ત કર્યો અતૂટ ભરોસો 08 September 2026 રાશિફળ: મેષને નવી જવાબદારી, સિંહને પ્રમોશનના શુભ સમાચાર