મહિલા એશિયા કપમાં ફરી એક વખત ભારતની દીકરીઓનો દબદબો જોવા મળ્યો છે. આ ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમે 10મી વખત ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપવાળી ટીમ ઈન્ડિયાએ મહિલા એશિયા કપ 2026ની સેમિફાઈનલમાં બાંગ્લાદેશને હરાવી ફાઈનલમાં એન્ટ્રી કરી છે. ભારતની આ સફળતા માત્ર જીત નથી પરંતુ એા આંકડા પણ છે. જે આ જીતનું મોટું કારણ છે. જેમાં સૌથી મહત્વનું સિક્સ ફટકારવાનું. ભારતીય બેટ્સમેનેએ અત્યારસુધી 25 સિક્સ ફટકારી છે. જે ટૂર્નામેન્ટની અન્ય ટીમોથી વધારે છે. ટીમ ઈન્ડિયાની બેટિંગ શાનદાર UAEમાં ચાલી રહેલી આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની બેટિંગ શાનદાર જોવા મળી રહી છે.કોઈ એવી મેચ રહી નથી. જેમાં દીકરીઓએ સારું પ્રદર્શન કર્યું ના હોય. દરેક મેચમાં ઓછામાં ઓછા બે બેટ્સમેનોએ જીત મેળવવા માટે પૂરતા રન બનાવ્યા છે. ભારતીય ટીમે દરેક મેચમાં 150 થી વધુ રન બનાવ્યા છે, જેમાં આવી ઇનિંગ્સનો ફાળો છે, અને છગ્ગા મારવા સ્વાભાવિક છે. સૌથી વધારે સિક્સ ભારતે અત્યારસુધી ગ્રુપ સ્ટેજ અને સેમિફાઈનલ મેળવી કુલ 4 મેચ રમી છે. આંકડા દર્શાવે છે કે, ભારતીય બેટ્સમેનોએ આ 4 મેચમાં કુલ 25 સિક્સ ફટકારી છે. જેમાં સૌથી વધારે 9 સિક્સ ઓપનર શેફાલી વર્મા અને 7 સિક્સ તેની પાર્ટનરશીપ સ્મૃતિ મંધાનાએ ફટકારી છે. તો ટૂર્નામેન્ટની બાકી 7 ટીમો સાથે મળીને પણ 25 સિક્સ ફટકારી શકી નથી.આ 7 ટીમોએ કુલ 13 સિક્સ ફટકારી છે. ટુંકમાં ભારતની સંખ્યાથી અડધી સિક્સ આ 7 ટીમોએ ફટકારી છે. જેમાં શ્રીલંકાએ 5 અને પાકિસ્તાને માત્ર 3 સિક્સ ફટાકારી છે. તો હોન્ગ કોંગ અને યુએઈ એવી 2 ટીમો છે. જેમણે એક પણ સિક્સ ફટકારી નથી. View this post on Instagram ટૂર્નામેન્ટમાં ટોપ પર માત્ર સિક્સ ફટકારવામાં જ નહી પરંતુ રન બનાવવામાં પણ ભારતીય ખેલાડી આ ટૂર્નામેન્ટમાં ટોપ પર છે. ટૂર્નામેન્ટમાં સૌથી વધારે રન શેફાલીના નામે છે. જેમણે 4 ઈનિગ્સમાં 168 રન બનાવ્યા છે. જેમાં 2 અડધી સદી સામેલ છે. બીજા નંબર પર 154 રનની સાથે સ્મૃતિ મંધાના છે. જ્યારે ત્રીજા નંબર પર બાંગ્લાદેશની શોભના મોસ્તરી 95 છે. તો વિકેટના મામલે દિગ્ગજ સ્પિનર દીપ્તિ શર્મા 11 વિકેટની સાથે ટોપ પર છે. જ્યારે બીજા સ્થાને શ્રીલંકાની કેપ્ટન ચામરી અટાપટ્ટુ 9 અને ત્રીજા સ્થાને ભારતની શ્રી ચરણી 8 વિકેટ છે. Breaking News : એશિયા કપમાં ભારતનો દબદબો, 10મી વખત ફાઇનલમાં એન્ટ્રી, બાંગ્લાદેશને 40 રનથી હરાવ્યું અહી ક્લિક કરો Post navigation Gold-Silver Rate Today : સતત ઘટાડા બાદ આજે સોનામાં આવી તેજી! 22 અને 24 કેરેટ સોનું થયું આટલું મોંઘુ NSE IPOનું પ્રાઇસ બેન્ડ જાહેર! ₹1700થી ₹1785 નક્કી થયો ભાવ, આ તારીખથી થશે ઇશ્યૂ