નર્મદા જિલ્લામાં જમીનના ખેડાણને લઈને ખેડૂતો અને વન વિભાગના કર્મચારીઓ ફરી એકવાર આમને-સામને આવી ગયા છે. આ ઘટના ખોપી ગામમાં બની છે, જ્યાં એક વિવાદિત જગ્યા પર રોપા રોપવાના મુદ્દે તણાવ સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વન વિભાગના કર્મચારીઓ વિવાદિત જમીન પર રોપા રોપવા માટે પહોંચ્યા હતા. જોકે, તે જ સમયે સ્થાનિક ખેડૂતોએ આ જ જગ્યા પર ખેડાણ કરવાનું શરૂ કર્યું હતું. આ કાર્યવાહીને લઈને બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી અને વિવાદ વધુ વકર્યો હતો. ખેડાણ અને રોપા રોપવાની સમાંતર કાર્યવાહી બાદ સ્થાનિક ખેડૂતો અને વનકર્મીઓએ સમગ્ર મામલે એકબીજા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. નર્મદા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી જમીનના ખેડાણને લઈને ખેડૂતો અને વન વિભાગ વચ્ચે ઘર્ષણ ચાલતું આવે છે. ખોપી ગામની આ ઘટના ફરી એકવાર આ જૂના વિવાદને સપાટી પર લાવી છે. બંને પક્ષો પોતપોતાના દાવાઓ કરી રહ્યા છે, ત્યારે આ મુદ્દે વહીવટીતંત્ર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ ઘટનાથી વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ છે અને આગળ શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું. Salt Spilling Beliefs : મીઠું હાથમાંથી પડી જાય તો શુભ કે અશુભ કેમ માનવામાં આવે છે ? શું કોઈ મોટા સંકટનો હોય છે સંકેત? આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો Post navigation તમારું Facebook અકાઉન્ટ થઈ ગયુ હેક? જલદી રિકવર કરવા ફોલો કરો આ ટિપ્સ Breaking News: શેરબજારમાં હાહાકાર! સેન્સેક્સ 1000 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 22,850ની નીચે