IPL ઈતિહાસના સૌથી મોંઘા વિદેશી ખેલાડી કેમેરોન ગ્રીનને સતત ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. IPL 2026 માં કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે ₹25.2 કરોડમાં જોડાયેલા ગ્રીનની શરૂઆત ખરાબ રહી, દરેક મેચમાં તે ખરાબ રીતે નિષ્ફળ ગયો. જોકે, છઠ્ઠી મેચમાં તેનું બેટ ચાલ્યું. ઓસ્ટ્રેલિયન બેટ્સમેને સિઝનની પોતાની પહેલી અડધી સદી ફટકારી, અને એક સિક્સર ફટકારી જે સ્ટેડિયમમાં પાર્ક કરેલી કારને વાગ્યો. કેમેરોન ગ્રીને બતાવ્યું ફોર્મ કોલકાતા નાઈટ રાઈડર્સનો ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન IPL 2026 ની પહેલી પાંચ ઈનિંગ્સમાં નિષ્ફળ ગયો હતો, તેના પર સતત સવાલો ઉઠી રહ્યા હતા. નિષ્ણાતોથી લઈને ચાહકો સુધી, બધાએ તેની ક્ષમતાઓ પર સવાલ ઉઠાવ્યા હતા. ટીમની સતત નિષ્ફળતાઓને કારણે ગ્રીન પણ ખાસ નિશાના પર હતો. જોકે, ગુજરાત ટાઈટન્સ સામે ગ્રીને શાનદાર બેટિંગ કરી સંકટ સમયે ટીમ માટે મહત્વપૂર્ણ ઈનિંગ રમી. ગ્રીનનો સિક્સરથી કાર લક્ષ્ય બની ગઈ ગ્રીને શરૂઆત ધીમી કરી હતી, પરંતુ એકવાર તેણે બાઉન્ડ્રી મારવાનું શરૂ કર્યું, તો તેણે ગુજરાતના દરેક બોલરને નિશાન બનાવ્યા. પરંતુ તેનો સૌથી ફેમસ શોટ સીધો કાર પર પડ્યો હતો. આ 13મી ઓવરમાં બન્યું, જ્યારે ગ્રીને અશોક શર્માની ઈનિંગનો ત્રીજો બોલ ડીપ સ્ક્વેર લેગ તરફ ફટકાર્યો. બોલ બાઉન્ડ્રી પાર કરીને સીધો પોડિયમ પર પાર્ક કરેલી સ્પોન્સર કાર પર પડ્યો. Green’s impact shines through Cameron Green is making a strong impact, stepping up at the right moment with a crucial knock for KKR#GTvsKKR #IPL2026 #CameronGreen pic.twitter.com/ka813IkRjz — MK Sharma (@EmediaManoj) April 17, 2026 કંપની આ કામ પર પૈસા ખર્ચ કરશે બોલ કારના સાઈડ મિરરની નીચે પડ્યો, જેનાથી મોટું નુકસાન થતા રહી ગયું. જોકે, તેનાથી એક ખાડો પડી ગયો, જેના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા. ખાસ વાત એ છે કે ગ્રીનના આ શોટને કારણે ઘણા એવા બાળકોને ફાયદો થયો, જેઓ ક્રિકેટ રમવા માંગે છે પણ તેમને ક્રિકેટ કીટ અને કોચિંગ પોસાતું નથી. સ્પોન્સર ટાટા મોટર્સે એક ખાસ ઝુંબેશ શરૂ કરી છે, જેના હેઠળ જો બોલ કાર સાથે અથડાશે તો કંપની આવા બાળકો માટે ક્રિકેટ કિટ ખરીદવા માટે 5 લાખ રૂપિયાનું દાન કરશે. કેમેરોન ગ્રીનની 79 રનની દમદાર ઈનિંગ ગ્રીનની બેટિંગની વાત કરીએ તો, આ ઈનિંગ તેના માટે સારી સાબિત થઈ. એક સમયે, તે 28 બોલમાં ફક્ત 27 રન બનાવીને સંઘર્ષ કરી રહ્યો હતો, પરંતુ તેણે ઝડપથી ગિયર બદલ્યા. ગ્રીને 34 બોલમાં સિઝનની પોતાની પહેલી અડધી સદી પૂરી કરી અને ઈનિંગના છેલ્લા બોલ પર આઉટ થતાં પહેલાં 55 બોલમાં 79 રન બનાવ્યા. તેની ઈનિંગમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થતો હતો. આ ઈનિંગને કારણે કોલકાતા 180 રન સુધી પહોંચી શક્યું. Breaking News: ચાલુ મેચમાં મેદાનમાં મોબાઈલ વાપરવાનું રાજસ્થાન રોયલ્સના મેનેજેરને પડ્યું ભારે, લાગ્યો આટલા લાખનો દંડ Post navigation Breaking News: ચાલુ મેચમાં મેદાનમાં મોબાઈલ વાપરવાનું રાજસ્થાન રોયલ્સના મેનેજેરને પડ્યું ભારે, લાગ્યો આટલા લાખનો દંડ Breaking News : એક નિર્ણય અને ક્રૂડ ઓઇલના ભાવમાં 10% સુધીનો ઘટાડો, પેટ્રોલ અને ડીઝલ થઈ શકે છે સસ્તા!