શહેરના એસજી હાઈવે પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે ઈસ્કોનથી સાણંદ ચોકડી સુધી કરોડો રૂપિયાના ખર્ચે નવો ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. પરંતુ બ્રિજ ખુલ્લો મુકાયા બાદ તેની નબળી કામગીરી અને ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. બ્રિજ પર રોડનું લેવલ અને પોલિશિંગ યોગ્ય રીતે ન થયું હોવાથી વાહનો ઉબડખાબડ રસ્તા પર ઉછળી રહ્યા હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. માત્ર રસ્તો જ નહીં, પરંતુ બ્રિજની સુરક્ષા વ્યવસ્થામાં પણ મોટી બેદરકારી સામે આવી છે. બ્રિજની રેલિંગ વચ્ચે મોટા ગેપ છોડી દેવાયા છે, જ્યારે વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલા હોલ પર જાળી પણ લગાવવામાં આવી નથી. આ ખુલ્લા હોલમાં વાહનોના ટાયર ફસાઈ જવાની ભીતિ છે, તો કેટલીક જગ્યાએ પાણી નિકાલના હોલ જ પુરાયેલા જોવા મળ્યા છે. આ ઉપરાંત રસ્તા પર પડેલી નાની કાંકરીઓને કારણે ટુ-વ્હીલર ચાલકોનું બેલેન્સ બગડવાનું અને અકસ્માત સર્જાવાનું જોખમ વધ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે કરોડોના પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટર અને તંત્રને આટલી મોટી ખામીઓ કેમ ન દેખાઈ? હવે તંત્ર કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં સમારકામ કરાવશે કે કેમ, તે જોવું રહ્યું. With Input: Jignesh Patel ભારતની 5 સૌથી વધુ માઈલેજ આપતી બાઈક્સ, એક લિટર પેટ્રોલમાં 73kmpl સુધીનો દાવો, કિંમત 1 લાખથી ઓછી Post navigation Video : કાશ્મીર બન્યું સ્વર્ગ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલમાં ભારે હિમવર્ષાનો અદભૂત નજારો Jamnagar Breaking: તંત્રની દબાણ હટાવો ઝુંબેશ માત્ર કાગળ પર? અંબર ચોકડી પાસે કાર્યવાહીના ગણતરીના સમયમાં ફરી ખડકાયા દબાણો