Breaking News : અમરેલી ગોલ્ડ લોનના વિવાદમાં બેંકમાં તોડફોડ, મેનેજરને ઇજા, જુઓ Video

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોવિંદપુર ગામે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ની શાખામાં ગોલ્ડ લોનના દાગીના છોડાવવા બાબતે એક ગંભીર ઘટના બની છે. સિદ્ધાર્થ સતસિયા નામના એક સ્થાનિક વ્યક્તિએ બેંકમાં પ્રવેશ કરીને ભારે હોબાળો મચાવ્યો હતો અને બેંક મેનેજરને અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં આરોપી બેંકમાં તોડફોડ કરતો જોવા મળે છે. તેણે બેંકના કમ્પ્યુટર્સ, દરવાજાના કાચ સહિતની વસ્તુઓને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. તોડફોડ દરમિયાન કાચના ટુકડા વાગતા બેંક મેનેજરના હાથમાં ગંભીર ઇજા પહોંચી હતી.

આ મામલે બેંક મેનેજરે સિદ્ધાર્થ સતસિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. આરોપીને ઝડપી પાડવા અને સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. આ ઘટનાને કારણે વિસ્તારમાં ભારે ચકચાર જાગી છે અને બેંકોની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા છે.

ગુજરાત ST નિગમ દ્વારા દિવાળી સ્પેશિયલ 8,000+ વધારાની ટ્રિપ્સ, 2,400 બસોનું આયોજન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *