Bank Holidays : નવેમ્બરમાં 16 દિવસ બેંકો રહેશે બંધ, RBIએ જાહેર કર્યું રજાઓનું લિસ્ટ

નવેમ્બર મહિનો નજીક આવી રહ્યો છે, જે વિવિધ તહેવારોની ઉજવણીથી ભરપૂર હશે. જો તમે નવેમ્બરમાં બેંકને લગતું કોઈ કામ પતાવવાનું વિચારી રહ્યા હોવ, તો આ માહિતી તમારા માટે મહત્વપૂર્ણ છે. નવેમ્બર 2026માં બેંકો કુલ 16 દિવસ બંધ રહેશે; ચાલો જાણીએ કે આ રજાઓ ક્યારે અને ક્યાં હશે.

બેંકો ક્યારે બંધ રહેશે?

આ મહિને, 5 રવિવાર અને 2 શનિવારના રોજ બેંકો બંધ રહેશે એટલે કે સમગ્ર દેશમાં કુલ 7 દિવસ બેંકો બંધ રહેશે. આ ઉપરાંત, દિવાળી અને અન્ય પરંપરાગત તહેવારોને કારણે પણ વિવિધ સ્થળોએ બેંકો બંધ રહેશે.

1 નવેમ્બર -રવિવાર- તમામ સ્થળોએ રજા
8 નવેમ્બર – રવિવાર- જાહેર રજા
9 નવેમ્બર – દિવાળી, લક્ષ્મી પૂજા, ગોવર્ધન પૂજા અને વિશ્વકર્મા દિવસ ગુજરાત, અગરતલા, ભોપાલ, ચંદીગઢ, ગંગટોક, ઇમ્ફાલ, જયપુર, કાનપુર અને લખનૌ
10 નવેમ્બર – વિક્રમ સંવત નવું વર્ષ – અમદાવાદ, બેલાપુર, બેંગલુરુ, દેહરાદૂન, ગંગટોક, મુંબઈ અને નાગપુર
11 નવેમ્બર – લક્ષ્મી પૂજા, ભાઈ બીજ, ભ્રાતૃ દ્વિતીયા અને નિંગોલ ચકૌબા ગંગટોક, ઇમ્ફાલ, કોલકાતા, લખનૌ અને શિમલા
13 નવેમ્બર – વાંગલા મહોત્સવ – શિલોંગ
14 નવેમ્બર – બીજો શનિવાર – તમામ સ્થળોએ રજા
15 નવેમ્બર – રવિવાર- તમામ સ્થળોએ રજા
16 નવેમ્બર – છઠ પૂજા – પટના અને રાંચી
20 નવેમ્બર – ઇગાસ-બગવાલ મહોત્સવ- દેહરાદૂન
22 નવેમ્બર – રવિવાર- તમામ સ્થળોએ રજા
23 નવેમ્બર – સેંગ કુટ સ્નેમ- શિલોંગ
24 નવેમ્બર – ગુરુ નાનક જયંતિ, કાર્તિક પૂર્ણિમા અને રહસ પૂર્ણિમા- દિલ્હી, મુંબઈ, કોલકાતા, ભોપાલ, ચંદીગઢ, જયપુર, કાનપુર, લખનૌ, નાગપુર, રાયપુર, રાંચી, શિમલા, શ્રીનગર અને કોહિમા
27 નવેમ્બર -કનકદાસ જયંતિ – બેંગલુરુ
28 નવેમ્બર – ચોથો શનિવાર- તમામ સ્થળોએ રજા
29 નવેમ્બર – રવિવાર- તમામ સ્થળો રજા

ઓનલાઇન બેંકિંગ કાર્યરત રહેશે

જો તમારે રજાઓના દિવસોમાં નાણાકીય વ્યવહારો કરવા હોય અથવા બેંકિંગને લગતું અન્ય કોઈ કામ કરવું હોય, તો ચિંતા કરવાની જરૂર નથી. ભલે બેંકની શાખાઓ બંધ રહે, પરંતુ તમે ઓનલાઇન બેંકિંગ, મોબાઈલ બેંકિંગ અને એટીએમ (ATM) જેવી ડિજિટલ સેવાઓનો નિશ્ચિંતપણે ઉપયોગ કરી શકો છો. રજાઓની આ સેવાઓ પર કોઈ અસર થશે નહીં.

Breaking News : Jio IPOના લિસ્ટિંગના બીજા જ દિવસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો મોટો નિર્ણય, આ કંપની થઈ રહી બંધ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *