કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે યોજાયેલી આ મેચની શરૂઆતથી જ વરસાદે ખલેલ પહોંચાડી. ટોસ બાદ રમત શરૂ થઈ હતી, પરંતુ થોડા જ સમયમાં વરસાદના કારણે મેચ અટકાવી દેવી પડી. જે બાદ મેચ ફરી શરુ જ ના થઈ શકી અને બંને ટીમને એક-એક પોઈન્ટ મળ્યો હતો. KKR vs PBKS મેચમાં વરસાદનું વિઘ્ન KKR ના કેપ્ટન અજિંક્ય રહાણે એ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ટીમની શરૂઆત અત્યંત નિરાશાજનક રહી હતી. ઓપનર ફિન એલન માત્ર 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો.તે બાદ કેમેરોન ગ્રીન પણ ફક્ત 4 રન બનાવીને આઉટ થયો. શરૂઆતમાં જ બે વિકેટ ગુમાવતા KKR દબાણમાં આવી ગઈ હતી. વરસાદ પડ્યો ત્યારે રહાણે 8 રન અને અંગક્રિશ રઘુવંશી 7 રન પર રમતમાં હતા. Match 1⃣2⃣ between @KKRiders and @PunjabKingsIPL has been called off due to wet outfield ️ Both teams get a point each.#TATAIPL | #KhelBindaas | #KKRvPBKS pic.twitter.com/FpRpfljBpo — IndianPremierLeague (@IPL) April 6, 2026 કટ-ઓફ સમય પહેલાં જ મેચ રદ કરવાનો નિર્ણય વરસાદ સતત ચાલુ રહેતા મેદાન સંપૂર્ણપણે ભીનું થઈ ગયું હતું. અમ્પાયરોએ મેદાનની પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ રમત ફરી શરૂ કરવી શક્ય ન હોવાનું માન્યું. કટ-ઓફ સમય પહેલાં જ મેચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ કારણે બંને ટીમો 5-5 ઓવર પણ પૂર્ણ કરી શકી નહીં. IPL ના નિયમો મુજબ મેચ અધૂરી રહેતા બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો. આ નિર્ણય બંને કેપ્ટનોની સંમતિથી લેવામાં આવ્યો હતો. પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં ટોપ પર આ પરિણામ પંજાબ કિંગ્સ માટે ફાયદાકારક સાબિત થયું છે. પંજાબે હવે ત્રણ મેચમાં પાંચ પોઈન્ટ મેળવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. બીજી તરફ, કોલકાતા નાઈટ રાઈડર્સ હજી સુધી જીત વિના સંઘર્ષ કરી રહી છે, જે ટીમ માટે ચિંતાનો વિષય છે. Breaking News: પંજાબ કિંગ્સના વિકેટકીપરે પોતાની જ ટીમના ફાસ્ટ બોલરને માર્યો બોલ, જુઓ વીડિયો Post navigation Breaking News : મોટા યુદ્ધના ભણકારા..! જગત જમાદાર ટ્રમ્પે આપી દીધી ધમકી, કહ્યું.. એક રાતમાં આખા ઈરાનને બરબાદ કરી નાખીશું Breaking News : સામાન્ય વર્ગ માટે ખુશખબર.. LPG ને લઈ સરકારે લીધો સૌથી મોટો નિર્ણય, લાખો ભારતીયોને ફાયદો