ભારતીય ક્રિકેટના દિગ્ગજ Sachin Tendulkar વિશે એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ એરપોર્ટ પર સુરક્ષા તપાસ વિના પ્રવેશ કરી રહ્યા છે. વીડિયોમાં Mahendra Singh Dhoni સહિત અન્ય ક્રિકેટરોની સુરક્ષા તપાસના દ્રશ્યો પણ બતાવવામાં આવ્યા છે, જેના કારણે લોકોમાં સવાલો ઉભા થયા છે. ઘણા લોકો પૂછતા થયા છે કે જ્યારે અન્ય ખેલાડીઓને નિયમ મુજબ સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડે છે, ત્યારે સચિન તેંડુલકરને કેમ આ પ્રક્રિયાથી મુક્તિ આપવામાં આવે છે. વીડિયોની સત્યતા અંગે સ્પષ્ટતા કરવી મુશ્કેલ છે, પરંતુ તેમાં કરાયેલો દાવો સંપૂર્ણપણે ખોટો નથી. સચિન તેંડુલકરને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’થી નવાજવામાં આવ્યા છે. આ સન્માનને કારણે તેમને કેટલીક વિશેષ સુવિધાઓ મળે છે, જેમાં એરપોર્ટ પરની પ્રી-એમ્બાર્કેશન સુરક્ષા તપાસમાંથી છૂટ પણ સામેલ છે. નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરોના નિયમો અનુસાર, દેશમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડા પ્રધાન સહિત લગભગ 33 કેટેગરીના વ્યક્તિઓને સુરક્ષા તપાસમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ યાદીમાં ભારત રત્ન વિજેતાઓનો સમાવેશ થાય છે. 2011 અને 2015ની સરકાર દ્વારા જાહેર કરાયેલ યાદીઓમાં પણ આવા વિશેષાધિકારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ભારત રત્ન વિજેતાઓને રાજદ્વારી પાસપોર્ટ (Diplomatic Passport) પણ આપવામાં આવી શકે છે. આ પાસપોર્ટ સામાન્ય રીતે મરૂન રંગનો હોય છે અને તે ધારકને એરપોર્ટ પર ફાસ્ટ-ટ્રેક ઇમિગ્રેશન, કસ્ટમ્સ ક્લિયરન્સ અને VIP પ્રોટોકોલ જેવી સુવિધાઓ પ્રાપ્ત થાય છે. રીતે, સચિન તેંડુલકરને મળતી આ વિશેષ છૂટ તેમના સન્માન અને સરકારી નિયમોના આધારે છે, કોઈ વ્યક્તિગત છૂટછાટ નથી. IPLમાં પહેલીવાર પિતા-પુત્રની ટીમો આમને-સામને, જાણો ક્યારે થશે ઐતિહાસિક ટક્કર Post navigation Health Tips: ડાયાબિટીસથી લઈને વજન ઘટાડવા સુધી: રોજ સવારે આ પાન ચાવવાથી થશે જાદુઈ અસર ગુજરાત કોસ્ટ ગાર્ડના કાફલામાં આઈસીજીએસ શૌર્ય સામેલ, દરિયાઈ સુરક્ષામાં વધારો