ચેન્નાઈ સુપર કિંગ્સ માટે શનિવારની સાંજ નિરાશાજનક રહી, કારણ કે ટીમ મેનેજમેન્ટે સત્તાવાર રીતે ધોનીની ઈજાની જાહેરાત કરી. ધોની માત્ર વિકેટકીપર જ નહીં પરંતુ ટીમના મેન્ટર તરીકે પણ મહત્વપૂર્ણ રહ્યો છે. તેની ગેરહાજરી ટીમના સંતુલન પર સીધી અસર કરી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ધોનીની બેટિંગમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ તેનો અનુભવ અને ગેમ ફિનિશ કરવાની ક્ષમતા હજી પણ જોરદાર છે. હવે CSK માટે આ એક ટ્રાન્ઝિશન પિરિયડ બની શકે છે, જ્યાં યુવા ખેલાડીઓને આગળ લાવવાનો સમય આવી ગયો છે. અભિનવ મનોહર એક શક્તિશાળી ફિનિશર તરીકે ઓળખાય છે. તેની T20 સ્ટ્રાઇક રેટ 143 થી વધુ છે. તે નીચલા ક્રમમાં આવીને ઝડપી રન બનાવવાની ક્ષમતા ધરાવે છે, જે ધોનીની ગેરહાજરીમાં ખૂબ ઉપયોગી બની શકે છે. બીજો વિકલ્પ છે મહિપાલ લોમરોર, જેણે ગયા સિઝનમાં આક્રમક બેટિંગથી ધ્યાન ખેંચ્યું હતું. ખાસ કરીને સ્પિન સામે તેની આક્રમકતા ચેપોક જેવી પિચ પર ફાયદાકારક બની શકે છે. લોમરોર ટીમમાં ફ્લોટર તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. યુવા ઓલરાઉન્ડર રાજ લીંબાણી પણ એક રસપ્રદ વિકલ્પ છે. અંડર-19 વર્લ્ડ કપનો અનુભવ ધરાવતો લિંબાણી નવી બોલ સાથે સ્વિંગ અને યોર્કર માટે જાણીતો છે. તેની બોલિંગ સાથે સાથે નીચલા ક્રમમાં બેટિંગ પણ ટીમને સંતુલન આપી શકે છે. આ તમામ વિકલ્પો CSK માટે માત્ર તાત્કાલિક ઉકેલ નહીં પરંતુ ભવિષ્ય માટેનું રોકાણ સાબિત થઈ શકે છે. જો ધોની લાંબા સમય માટે બહાર રહે છે, તો ટીમને નવી દિશામાં આગળ વધવાની તક મળશે અને નવા ખેલાડીઓ માટે પોતાને સાબિત કરવાની સુવર્ણ તક બની રહેશે. (PC:PTI/X) Breaking News: ઘરેલુ ક્રિકેટ રમ્યા વિના સીધા IPLમાં એન્ટ્રી, જાણો કોણ છે યુપીનો સ્પીડ સ્ટાર અભિનંદન સિંહ? Post navigation Breaking News: ઘરેલુ ક્રિકેટ રમ્યા વિના સીધા IPLમાં એન્ટ્રી, જાણો કોણ છે યુપીનો સ્પીડ સ્ટાર અભિનંદન સિંહ? IPL 2026 માં RCB vs SRH ની મેચમાં 8મી ઓવરના ત્રીજા બોલે કાવ્યા મારનના ખેલાડીની એક ભૂલને કારણે ટીમે હારી મેચ!