માયાવતીનો જન્મ કુમારી માયાવતી દાસ તરીકે 15 જાન્યુઆરી 1956ના રોજ શ્રીમતી સુચેતા કૃપાલાણી હોસ્પિટલમાં થયો હતો. તેમના પિતા પ્રભુદાસ, ગૌતમ બુદ્ધ નગરમાં દાદરી નજીક બાદલપુર ગામમાં પોસ્ટ ઓફિસ કર્મચારી હતા. માયાવતીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો પરિવારના પુત્રોને પ્રાઈવેટ શાળાઓમાં મોકલવામાં આવતા હતા, જ્યારે પુત્રીઓને સરકારી શાળાઓમાં મોકલવામાં આવતી હતી. તો આજે આપણે માયવતીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ. બસપાના વડા માયાવતીના પિતાનું નામ પ્રભુદાસ હતું, જે ગૌતમ બુદ્ધ નગરમાં સરકારી કર્મચારી હતા. તેમની માતાનું નામ રામરતી હતું. માયાવતીને છ ભાઈઓ અને બે બહેનો હતી.આનંદ કુમાર માયાવતીના નાના ભાઈ છે. માયાવતીએ 1975માં દિલ્હી યુનિવર્સિટીની કાલિંદી કોલેજમાંથી બી.એ.નો અભ્યાસ કર્યો અને 1983માં દિલ્હી યુનિવર્સિટીની પ્રતિષ્ઠિત કાયદા ફેકલ્ટીમાંથી એલ.એલ.બી.ની ડિગ્રી મેળવી. તેમણે 1976 માં ગાઝિયાબાદ સ્થિત મેરઠ યુનિવર્સિટીની વીએમએલજી કોલેજમાંથી બી.એ. પૂર્ણ કર્યું છે. 1977માં જ્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત જાતિઓના રાજકારણી કાંશી રામ તેમના ઘરે આવ્યા ત્યારે તેઓ દિલ્હીના ઇન્દરપુરી જેજે કોલોનીમાં શિક્ષિકા તરીકે કામ કરતા હતા અને ભારતીય વહીવટી સેવાની પરીક્ષાઓનો અભ્યાસ કરતા હતા. માયાવતી 1977માં કાંશીરામના સંપર્કમાં આવી, જે તેમની રાજકીય સફરની શરૂઆત હતી. 1984માં જ્યારે બસપાની સ્થાપના થઈ ત્યારે માયાવતી કાંશીરામની મુખ્ય ટીમનો ભાગ હતા. તે જ વર્ષે, તેમણે કૈરાના લોકસભા બેઠક પરથી પોતાની પહેલી ચૂંટણી લડી, પરંતુ હારી ગયા. 1984માં જ્યારે તેમણે બહુજન સમાજ પાર્ટી (BSP)ની સ્થાપના કરી ત્યારે કાંશી રામે તેમને તેમની ટીમના સભ્ય તરીકે સામેલ કર્યા. 1989માં માયાવતી પહેલી વાર સંસદમાં ચૂંટાયા હતા. 1989માં તેઓ પહેલી વાર ઉત્તર પ્રદેશની બિજનૌર લોકસભા બેઠક પરથી સંસદ સભ્ય બન્યા. ત્યારબાદ 1998માં તેમણે અકબરપુર બેઠક પરથી 12મી લોકસભા ચૂંટણી જીતી. 1999 અને 2004માં તેમણે લોકસભા ચૂંટણી પણ જીતી. 2001માં કાંશીરામે તેમને પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યા. 2003માં માયાવતી બસપાના રાષ્ટ્રીય અધ્યક્ષ બની હતી.1995માં, તેઓ ઉત્તર પ્રદેશના પ્રથમ દલિત મહિલા મુખ્યમંત્રી બની હતી. ત્યારબાદ 1997માં, તેઓ ભાજપના સમર્થનથી મુખ્યમંત્રી બન્યા. 2002માં, માયાવતીએ ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. 2007માં, તેમણે ફરી એકવાર ઉત્તર પ્રદેશનો કાર્યભાર સંભાળ્યો. આ ચૂંટણીમાં, તેમના પક્ષે શાનદાર પ્રદર્શન કર્યું, સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી હતી. 2012ની વિધાનસભા ચૂંટણીમાં બસપાને કારમી હારનો સામનો કરવો પડ્યો, જે ફક્ત 80 બેઠકો સુધી ઘટી ગઈ. 2017માં પાર્ટી હારી ગઈ. 2 એપ્રિલ, 2018ના રોજ માયાવતીએ રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું હતુ. તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો Post navigation 01 March 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો મહત્વપૂર્ણ લોકો સાથે પરિચય કરશે અને કોણ ઊર્જાથી ભરપૂર રહેશે? કાનુની સવાલ: Rent Agreement વગર ઘર ભાડે રાખવું કેટલું જોખમી? જાણો કાનૂની હકીકત