Breaking News : ખાલિસ્તાન આર્મીના નામે અમદાવાદમાં ધમકીભર્યો ઈમેઈલ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને મેટ્રો નિશાન પર, જુઓ Video

અમદાવાદમાં ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓથી ખળભળાટ મચ્યો છે. શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મેટ્રો સ્ટેશન અને બેંક ઓફ ઇન્ડિયાની શાખાને ધમકીભર્યો ઈમેઈલ મળ્યો છે. આ ઈમેઈલમાં ખાલિસ્તાન આર્મીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધમકીભર્યા મેઈલમાં, આગામી ૨૧મી તારીખે યોજાનાર ગાયક દિલજીત દોસાંઝના કાર્યક્રમને ટાર્ગેટ કરવાની પણ વાત કરવામાં આવી છે.

આ ધમકી બાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને મેટ્રો સ્ટેશન જેવા સંવેદનશીલ સ્થળોની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા છ મહિનાથી અમદાવાદમાં શાળાઓ, સરકારી ઇમારતો અને ક્રિકેટ સ્ટેડિયમને આ પ્રકારની ધમકીઓ મળી રહી છે. આ ધમકીઓ તંત્રને અફરાતફરીમાં મૂકી દે છે, પરંતુ ધમકી આપનાર વ્યક્તિઓ સુધી હજુ પોલીસ પહોંચી શકી નથી. ડાર્ક વેબસાઇટનો ઉપયોગ થતો હોવાથી તપાસ પડકારજનક બની છે.

BMCનો ‘મોટો નિર્ણય’, મુંબઈમાં 25 નવેમ્બર સુધી રોકેટ અને આકાશમાં ઉડનારા ફટાકડા પર ‘સંપૂર્ણ પ્રતિબંધ’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *