પહેલા અપૂરતા વરસાદે ખેડૂતોને રડાવ્યા હવે માવઠાએ મુસીબત વધારી છે. છેલ્લા 2 દિવસમાં આવેલા કમોસમી વરસાદે સૌરાષ્ટ્રના ગીર સોમનાથના જિલ્લાના ગામોમાં ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યુ છે. જેમા મગફળી અને ચણાનો તૈયાર પાક પલળી જવાથી ભારે નુકસાની થવા પામી છે. ત્યારે હજુ પણ માવઠાનું સંકટ તોળાઈ રહ્યુ છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં વધુ એક માવઠાની આગાહી કરવામાં આવે છે. જેમા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ગામોમાં માવઠુ થવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. જ્યારે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. હાલ ખેડૂતો ભારે કફોડી સ્થિતિમાં મુકાયા છે. શુક્રવારના રોજ આવેલા કમોસમી વરસાદને પગલે ધોરાજી, ઉપલેટાના ગામોમાં પણ ખેડૂતોના તૈયાર પાકમાં પાણી ફરી વળતા મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતો હવે સરકાર સમક્ષ પાક નુકસાનીની સહાયની માગ કરી રહ્યા છે. યુરોપમાં 6 દેશોમાં એક જ ટાઈમે ભડકેલી હિંસા, વિરોધ પ્રદર્શનો અને અરાજક્તા પાછળ શું ટ્રમ્પનો હાથ છે? Post navigation Gir Somnath Breaking News : ખેડૂતોની દિવાળી બગડી! કમોસમી વરસાદે મગફળી, કપાસ અને સોયાબીનના પાકને પહોંચાડ્યું નુકસાન, જુઓ Video Trending Video : દાગીનાની દુકાનમાં મહિલાઓનો હાથફેરો! ગણતરીની મિનિટોમાં 280 ગ્રામ સોનું લઈને ફરાર