IND vs PAK T20 World Cup Boycott Controversy: પાકિસ્તાન સરકારે તેમની મેન્સ ક્રિકેટ ટીમને 7 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહેલી T20 વિશ્વ કપને લઈને શ્રીલંકા જવાની અનુમતી આપી દીધી છે. જો કે તેમણે એ પણ ઘોષણા કરી છે કે ટીમ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત સામે થનારી તેની ગૃપ મેચમાં નહીં રમે. ભારત સામેની મેચનો બહિષ્કાર કરવા અંગે તેમણે ખાસ કોઈ કારણ રજૂ નથી કર્યુ. T20 World Cup 2026 ને લઈને શરૂ થયેલો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. પહેલા બાંગ્લાદેશે ટુર્નામેન્ટનો બહિષ્કાર કર્યો તો હવે પાકિસ્તાને બાંગ્લાદેશનો સાથ દેતા ભારત સામેની તેની 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાનારી T-20 વર્લ્ડ કપની મેચ ન રમવાનો નિર્ણય કર્યો છે. ભારત- પાકિસ્તાન સામે 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં મુકાબલો થવાનો હતો. આવામાં પાકિસ્તાને ભારત વિરુદ્ધ તેની ગૃપ લીગ મેચનો બોયકોટ કરવાનો નિર્ણય કર્યો છે. જેનાથી પાકિસ્તાન ચારેબાજુથી ઘેરાઈ શકે છે. હવે છેલ્લા 24 કલાકમાં પાકિસ્તાન સરકાર અને તેના ક્રિકેટ બોર્ડ (PCB) ના આ નિર્ણયથી વર્લ્ડ ક્રિકેટની રાજનીતિ ગરમાઈ ગઈ છે. PCB ની આ હરકતથી દુબઈ હેડક્વાર્ટર સ્થિત ICC ની મોટી બેઠક મળવાની સંભાવના છે. આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com.. Post navigation Breaking News : 22 વર્ષના ખેલાડીએ 38 વર્ષના 24 વખત ચેમ્પિયન બનેલા ખેલાડીને હરાવ્યો Gold Silver: ETFમાં રોકાણ કરનારા રડ્યા પણ મ્યુચ્યુઅલ ફંડ વાળા હસ્યા! એક જ સેક્ટર તેમ છતાંય રિટર્નમાં જમીન-આસમાનનો તફાવત કેમ?