બંગાળની ખાડીમાં સક્રિય થયેલું ડીપ ડિપ્રેશન હવે ઓડિશા-આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. આ હવામાન પ્રણાલીને કારણે પૂર્વ, મધ્ય અને દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ વધી છે. હવામાન વિભાગે ઓડિશા સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે. ઓડિશામાં રેડ એલર્ટ, તંત્ર એલર્ટ ડીપ ડિપ્રેશનની અસરને પગલે ઓડિશાના દક્ષિણ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓ માટે રેડ વોર્નિંગ જાહેર કરી છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને કેટલાક વિસ્તારોમાં ભૂસ્ખલનની શક્યતાને પગલે વહીવટી તંત્રને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. 33 ODRAF ટીમો તૈનાત સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા ઓડિશા સરકારે 33 ODRAF ટીમોને તૈનાત અથવા રિઝર્વમાં રાખી છે. તેમાંથી 24 ટીમોને સંવેદનશીલ જિલ્લાઓમાં મોકલવામાં આવી છે, જ્યારે 9 ટીમોને રિઝર્વમાં રાખવામાં આવી છે. ગંજામ અને કોરાપુટમાં 6-6 ટીમો સહિત અન્ય અસરગ્રસ્ત જિલ્લાઓમાં પણ ટીમોની તૈનાતી કરવામાં આવી છે. સાત જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ ભારે વરસાદની આગાહીને પગલે ઓડિશાના સંવેદનશીલ વિસ્તારોમાં શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ઉપલબ્ધ અહેવાલો અનુસાર કોરાપુટ, મલકાનગિરી, નબરંગપુર, ગંજામ, ગજપતિ અને ખુર્દા સહિતના જિલ્લાઓમાં 24 સપ્ટેમ્બર સુધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે. સરકારી કર્મચારીઓની રજાઓ રદ સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેટલાક અસરગ્રસ્ત વિસ્તારોમાં સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે અને તંત્રને કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક કામગીરી માટે તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે. પૂર કે અન્ય આકસ્મિક પરિસ્થિતિ સર્જાય તો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે શેલ્ટરો પણ તૈયાર રાખવામાં આવ્યા છે. 23 અને 24 સપ્ટેમ્બરે ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગના જણાવ્યા મુજબ 23 અને 24 સપ્ટેમ્બરે દક્ષિણ ઓડિશાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ભારે પવનની શક્યતા છે. આ હવામાન પ્રણાલી ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના કિનારા વચ્ચે પસાર થવાની સંભાવના છે. આ પણ વાંચો- Breaking News : ફેન્સી નંબર પ્લેટવાળા સાવધાન, ગુજરાત પોલીસની મેગા ડ્રાઇવમાં 20 દિવસમાં 18 હજારથી વધુ કેસ! 4 હજાર વાહનો ડિટેઇન Post navigation Gold Silver Rate In Ahmedabad : અમદાવાદીઓ માટે સોનું ખરીદવાની મોટી તક, 4K સોનાના ભાવ ઘટીને ₹1.53 લાખે પહોંચ્યા ! Breaking News : કોણ છે સોફ્ટ ટેનિસમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતનાર જય મીણા, જાણો