રાજકોટ: આગામી ચોમાસાની સ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી તેજ કરી દેવામાં આવી છે. આ અંતર્ગત રાજકોટના મેયર દ્વારા તમામ વોર્ડના કોર્પોરેટરોને એક ખાસ આદેશ આપવામાં આવ્યો છે. મેયરના આદેશ અનુસાર, આજે એક જ સમયે તમામ વોર્ડમાં પ્રિ-મોન્સુન કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવશે. દરેક કોર્પોરેટરે પોતાના વિસ્તારમાં આવેલા વોંકળા (નાળા) અને મેઇન હોલની સફાઈનું જાતે નિરીક્ષણ કરવાનું રહેશે. રાજકોટમાં પ્રથમ વખત આ પ્રકારનું એક્શન પ્લાનિંગ કરવામાં આવ્યું છે, જેના કારણે મેયરના આદેશ બાદ હવે તમામ કોર્પોરેટરો પોતપોતાના વોર્ડમાં ગ્રાઉન્ડ લેવલની કામગીરીમાં સીધા જોડાશે. આ આયોજનનો મુખ્ય હેતુ ચોમાસા દરમિયાન શહેરમાં પાણી ભરાવવાની સમસ્યાને અટકાવવાનો છે. શું તમારા PF ખાતામાં પણ વ્યાજની એન્ટ્રી નથી દેખાઈ? જાણો ક્યારે આવશે અટકેલા પૈસા Post navigation Breaking News : બ્રિટનમાં 20 હજાર તો અમેરિકામાં 140 લોકો, LinkedIn મારફતે આ દેશોમાં જાસૂસો ઓપરેટ કરી રહ્યું છે ચીન! ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને ગુજરાતનું ગૌરવ કરસન ઘાવરી વસ્તી-ગણતરી 2027 જન જાગૃતિ અભિયાનમાં જોડાયા