રાજકોટઃ આજે રાજ્યભરમાં ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતનું કુલ પરિણામ 83.86 ટકા નોંધાયું છે. આ પરિણામમાં રાજકોટ જિલ્લાએ રાજ્ય સરેરાશ કરતાં વધુ પ્રદર્શન કરીને 88.11 ટકા પરિણામ હાંસલ કર્યું છે. ગત વર્ષ રાજકોટ જિલ્લાનું પરિણામ 87.19 ટકા હતું, જેના કરતાં આ વર્ષે થોડો સુધારો જોવા મળ્યો છે. 130 શાળાઓએ 100 ટકા પરિણામ જિલ્લા શિક્ષણ વિભાગના આંકડા મુજબ રાજકોટમાં કુલ 130 શાળાઓએ 100 ટકા પરિણામ મેળવી ઉત્તમ પ્રદર્શન કર્યું છે, જે શિક્ષણ ક્ષેત્રે સકારાત્મક સંકેત માનવામાં આવે છે. જોકે, બીજી તરફ 3 શાળાઓનું પરિણામ ઝીરો ટકા આવ્યું છે, જે ચિંતાનો વિષય બન્યો છે અને શિક્ષણ તંત્ર માટે પડકારરૂપ સ્થિતિ દર્શાવે છે. પરિણામ જાહેર થતા જ રાજકોટની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક વિદ્યાર્થીઓએ પોતાના પરિણામને લઈને આનંદ વ્યક્ત કર્યો હતો, જ્યારે વાલીઓ પણ ખુશીથી ભાવુક બન્યા હતા. શાળાઓમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો અને વિદ્યાર્થીઓએ એકબીજાને અભિનંદન આપ્યા હતા.કુલ મળીને રાજકોટ જિલ્લાનું આ વર્ષનું પરિણામ સકારાત્મક રહ્યું છે અને રાજ્યમાં સારા પ્રદર્શન કરનાર જિલ્લાઓમાં રાજકોટનું નામ આગળ આવ્યું છે. આ પણ વાંચો- Breaking News : ગુજરાતમાં કુદરતનો અણધાર્યો ‘ખેલ’, માવઠાથી ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી! જુઓ Video Post navigation વિજયની રાજકીય એન્ટ્રી બની ઐતિહાસિક, પણ ‘થલાપતિ’ કેવી રીતે બન્યા વિજય? શું થાયે છે થલાપતિ શબ્દનો અર્થ Breaking News : ફરી મુસીબતમાં ફસાયો પલાશ મુછલ, ક્રિકેટરના મિત્રએ કેસ દાખલ કર્યો