અમદાવાદમાં સોશિયલ મીડિયા માટે બનાવાતી રીલ્સ ફરી એકવાર ચર્ચામાં આવી છે. બ્રાન્ડ પ્રમોશન અને વાયરલ થવાની દોડમાં કેટલાક ઇન્ફ્લુએન્સર્સ કેટલી હદ સુધી જઈ શકે છે તેનો તાજો ઉદાહરણ સામે આવ્યું છે. નવરંગપુરાના સીજી રોડ વિસ્તારમાં એક ઇન્ફ્લુએન્સરે અકસ્માતનું નાટક કરીને લોકો માટે મુશ્કેલી ઉભી કરી દીધી. રસ્તા પર વાહનોની અવરજવર રોકાઈ મળતી માહિતી મુજબ, પાર્થ પરમાર નામના ઇન્ફ્લુએન્સરે એક એજ્યુકેશન કંપનીના પ્રમોશન માટે વીડિયો શૂટ કર્યો હતો. આ શૂટ દરમિયાન એચ.એલ. કોલેજ રોડ પર થાર કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હોય તેવો દૃશ્ય તૈયાર કરવામાં આવ્યો. શૂટિંગ દરમિયાન રસ્તા પર વાહનોની અવરજવર રોકાઈ ગઈ અને ભારે ટ્રાફિક જામ સર્જાયો. વીડિયોમાં અકસ્માત પછી ઝઘડાનો સીન પણ દાખવવામાં આવ્યો હતો, જેનાથી સ્થિતિ વધુ ગંભીર લાગી રહી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ટ્રાફિક પોલીસના ધ્યાન પર આવ્યો. તપાસ બાદ બી ડિવિઝન ટ્રાફિક પોલીસે પાર્થ પરમાર સહિત ત્રણ લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે કરી કાર્યવાહી પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક સમયથી ઇન્ફ્લુએન્સર્સ વાયરલ થવા માટે જાહેર સ્થળોએ આવા સ્ટંટ અથવા પ્રેન્ક કરે છે, જેનાથી સામાન્ય લોકો પરેશાન થાય છે અને ઘણી વખત જોખમ પણ ઊભું થાય છે. આ કેસમાં ઉપયોગમાં લેવાયેલી થાર કાર અને બાઈક જપ્ત કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. આ સિવાય, પ્રેન્કના નામે લોકો સાથે મજાક કરવાની ઘટનાઓ પણ વધી રહી છે. જીવરાજ પાર્ક વિસ્તારમાં એક ઇન્ફ્લુએન્સરે વૃદ્ધ વ્યક્તિને ડરાવતો વીડિયો બનાવ્યો હતો, જેના કારણે તેની સામે ફરિયાદ નોંધાઈ હતી. કેટલાક અન્ય ઇન્ફ્લુએન્સર્સ પણ પોલીસ કે અન્ય કારણો બતાવીને લોકોને અટકાવી રીલ્સ બનાવતા હોવાની ફરિયાદો સામે આવી છે. આ સમગ્ર ઘટનાએ એક પ્રશ્ન ઊભો કર્યો છે કે સોશિયલ મીડિયા પર લોકપ્રિય થવા માટે શું લોકોની સુરક્ષા અને સહુલિયતને અવગણવી યોગ્ય છે? પોલીસ તંત્ર હવે આવા કેસોમાં વધુ કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. ધંધુકામાં ધર્મેશ ભરવાડના બંને હત્યારાની પોલીસે કરી ધરપકડ Post navigation 1 કરોડ રૂપિયા ભેગા કરવા છે? SIP વડે રોકાણ કરી બનશે મોટું ફંડ, જાણો કેવી રીતે Breaking News: ચાર મેચમાં હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સની જીત, તિલક-અશ્વિનીના દમ પર ગુજરાતને કચડી નાખ્યું