હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની ગતિવિધિ યથાવત રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આગામી સાત દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર ચાર સિસ્ટમ સક્રિય થશે. જેમા શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, મોનસૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે. સૌરાષ્ટ્ર સહિત અમુક જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 14 થી 19 ઓગસ્ટ સુધી હળવા થી મધ્યમ વરસાદની સંભાવના રહેશે. જોકે વરસાદની તીવ્રતા થોડી ઓછી થવાનુ અનુમાન છે. આ સમયગાળા દરમિયાન અનેક સ્થાનોએ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત, નર્મદા, તાપી, ડાંગ અને નવસારીમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ માટે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે. “તમારુ નામ નરેન્દ્ર છે… મને ‘નરેન્દ્ર’ નામથી નફરત થઈ ગઈ છે” ભારતીય બૉક્સરે વડાપ્રધાન મોદીને આવુ કેમ કહ્યુ? વાંચો Post navigation Dry Skin Care: રોજ ચહેરા પર એલોવેરા જેલ લગાવવાથી શું થાય છે? જાણો ત્વચા માટે તેના અદ્ભુત ફાયદા Migraine trigger : માથાનો દુખાવો જ નહીં.. માઈગ્રેનના આ લક્ષણોને ભૂલથી પણ ઇગ્નોર ન કરતાં, જાણો કારણ