માનવ મળના આકારની ‘ચોકલેટ આઇસ્ક્રીમ’ અને યુરીનલમાં ‘ડ્રિંક્સ’, ‘ભારતીય છોકરી’ પહોંચી દુનિયાના સૌથી અનોખા કેફેમાં

તાઈવાનનું એક અનોખું કેફે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. ભારતીય કન્ટેન્ટ ક્રિએટર આકાંક્ષા મોંગાએ ‘મોડર્ન ટોયલેટ’ રેસ્ટોરન્ટની મુલાકાત લીધી, જ્યાં ખાવાનું ટોયલેટના આકારના બાઉલમાં અને ડ્રિંક્સ યુરીનલ જેવા હોલ્ડર્સમાં પીરસવામાં આવે છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો અનુભવ શેર કર્યો.

ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલો વીડિયો

આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર @aakanksha.monga નામના હેન્ડલ પરથી શેર કરવામાં આવેલ છે. આકાંક્ષા મોંગાના વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, રેસ્ટોરન્ટ સંપૂર્ણપણે Toilet થીમ પર આધારિત છે.

ખુરશીઓની જગ્યાએ અસલી ટોયલેટ સીટો લાગેલી છે. ખાવાનું મીની કમોડના આકારના વાસણોમાં આવે છે, જ્યારે ડ્રિંક્સ યુરીનલ જેવા કન્ટેનરોમાં સર્વ કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Aakanksha Monga (@aakanksha.monga)

દીવાલો પર ટાઇલ્સ, શાવરહેડ અને પૂપ શેપ્ડ (મળના આકારની) સજાવટથી આખું વાતાવરણ બાથરૂમ જેવું લાગે છે. આકાંક્ષાએ ખાવાને 5 માંથી 5 અંક આપ્યા અને સમગ્ર અનુભવને 10 માંથી 10 રેટિંગ આપ્યું.

ચોકલેટ ડેઝર્ટે સૌથી વધુ ચોંકાવ્યા

સૌથી વધુ ધ્યાન આકર્ષિત કરનાર આઇટમ ચોકલેટ ડેઝર્ટ હતી, જે માનવ મળના આકાર જેવી દેખાય છે. આકાંક્ષાએ આના પર પ્રતિક્રિયા આપતા કહ્યું, “હવે હું ડાર્ક ચોકલેટ આઇસ્ક્રીમને પહેલા જેવી નજરથી નહીં જોઈ શકું.” તેણે વીડિયોમાં આશ્ચર્ય અને રમુજી અંદાજમાં પોતાની પ્રતિક્રિયા આપી, જેનાથી વીડિયો વધુ વાયરલ થઈ ગયો.

રેસ્ટોરન્ટ વિશે જાણો

મોડર્ન ટોયલેટ રેસ્ટોરન્ટ તાઈવાનની પ્રસિદ્ધ થીમ બેઝ્ડ રેસ્ટોરન્ટ છે. આની શરૂઆત વર્ષ 2004માં કાઓશુગમાં થઈ હતી. માલિક વાંગ જી-વેઈ (પૂર્વ બેંકર)ને જાપાની કાર્ટૂન ‘ડૉ. સ્લમ્પ’ના એક કેરેક્ટર પરથી પ્રેરણા મળી હતી, જે પૂપ સાથે રમતો હતો.

શરૂઆતમાં તેઓ મીની ટોયલેટમાં ચોકલેટ આઇસક્રીમ વેચતા હતા. આ થીમ એટલી પોપ્યુલર થઈ કે, આખી રેસ્ટોરન્ટ જ આ આઇડિયા પરથી ખોલી દેવામાં આવી. હાલની તારીખમાં તાઈપેઈમાં આની બે બ્રાન્ચ (શિમેનડિંગ અને શિલિન) ચાલી રહી છે.

રેસ્ટોરન્ટની ટોયલેટ બેઝ્ડ થીમ

રેસ્ટોરન્ટના મેનૂમાં કરી, હોટ પોટ, નૂડલ્સ અને અન્ય તાઈવાની વાનગીઓ છે. ખાવાનું સ્વાદિષ્ટ બતાવવામાં આવે છે પરંતુ પ્રેઝન્ટેશન જ મુખ્ય આકર્ષણ છે. ગ્રાહકો ટોયલેટ સીટ પર બેસીને ખાય છે અને ડ્રિંક્સ યુરીનલમાંથી પીવે છે. ઘણા પ્રવાસીઓ આને ઇન્સ્ટાગ્રામ યોગ્ય અનુભવ માને છે અને સેલ્ફી લેવા આવે છે.

આકાંક્ષા મોંગાના વીડિયો પર સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ આવી. કેટલાક યુઝર્સે આને ક્રિએટિવ અને મજેદાર ગણાવ્યું, તો ઘણા લોકોએ લખ્યું, “કેમ આવું બનાવે છે?” “ખાવાનું મન કેવી રીતે થતું હશે?” અને “આ તો ખૂબ વિચિત્ર છે.” કેટલાક લોકોએ કહ્યું કે, અનુભવ તો અનોખો છે પરંતુ ખાવાનો સ્વાદ પ્રભાવિત થઈ શકે છે.

Trending Video : આ ગયે મેરે મોત કા તમાશા દેખને… રાવણે લીધો બદલો! પૂતળામાં આગ લગાવતાં જ ભીડ પર છોડ્યા રોકેટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *