સોના અને ચાંદીના રોકાણકારો માટે 2026 નો પહેલો ભાગ સારો રહ્યો નથી. બંને કિંમતી ધાતુઓમાં મોટા ઘટાડાને કારણે રોકાણકારોએ નુકસાન સહન કરવું પડ્યું છે. જો કે, હવે બીજા ભાગમાં ટ્રેન્ડ બદલાવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ કંપની UBSનું માનવું છે કે, વર્ષ 2027 સુધીમાં સોનું $5,200 પ્રતિ ઓંસ સુધી પાછું જઈ શકે છે. આમાં ધ્યાન રાખવા જેવું એ છે કે, આ તેજી ત્યારે જ શક્ય બનશે જ્યારે ફેડરલ રિઝર્વ દરોને સ્થિર રાખે અને વર્ષ 2027 ની શરૂઆતમાં વ્યાજદરમાં કાપ મૂકવાનું શરૂ કરે. વર્તમાન સમયમાં સોનાની (Gold) સ્પોટ કિંમત લગભગ $4,041 થી $4,055 પ્રતિ ઓંસ છે. જો યુબીએસનું માનીએ તો, સોનામાં મોટી તેજી ફરી પાછી ફરી શકે છે. બુલિયન માર્કેટ અને કોમોડિટી એક્સપર્ટ્સ પણ સોના-ચાંદીમાં તેજીની આશા વ્યક્ત કરી રહ્યા છે. અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધુ વધારાની આશંકાને કારણે સોનાના ભાવ પર દબાણ છે. વર્ષ 2026 ની શરૂઆતથી અત્યાર સુધીમાં સોનું લગભગ 5% સસ્તું થયું છે. ગયા અઠવાડિયે ઓગસ્ટ ડિલિવરી વાળું સોનું 1.1% ઘટીને ₹1.41 લાખ પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું, જ્યારે સપ્ટેમ્બર ડિલિવરી વાળી ચાંદી 2.2% તૂટીને ₹2.17 લાખ પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ હતી. નિષ્ણાતોનું કહેવું છે કે, ફેડરલ રિઝર્વના વ્યાજદરોને લઈને અનિશ્ચિતતા, ફેડ અધિકારીઓના નિવેદનો અને ચીનના વ્યાપાર તથા ફુગાવાના આંકડા આવનારા દિવસોમાં બુલિયન માર્કેટની ચાલ નક્કી કરશે. અમેરિકી ડોલરમાં ઘટાડાથી સોના-ચાંદીને સપોર્ટ મળશે. આ સિવાય, એશિયન બજારમાંથી મજબૂતી અને યુઆનમાં સુધારાથી સોનાની ફિઝિકલ ડિમાન્ડ વધવાની આશા છે. બસ આના કારણે આવનારા સમયમાં બંને કિંમતી ધાતુઓની કિંમત વધવાની પૂરેપૂરી સંભાવના છે. વિશ્વભરની સેન્ટ્રલ બેંક ફરીથી પોતાના સોનાના ભંડારને વધારવામાં લાગી ગઈ છે. તમને જણાવી દઈએ કે, ચીનની સેન્ટ્રલ બેંક (પીપલ્સ બેંક ઓફ ચાઇના) સતત સોનાની ખરીદી કરી રહી છે. જૂન 2026 સુધીમાં બેંકે સતત 20મા મહિને ખરીદી કરી છે. બેંકે પોતાના સ્ટોકમાં લગભગ 15 ટન સોનું ઉમેર્યું છે, જેથી કુલ ગોલ્ડ રિઝર્વ વધીને 2,346 ટન થઈ ગયું છે. ક્રિપ્ટો-ટેથર (USDT) જેવા મોટા પ્લેયરે 14 ટન સોનું ખરીદ્યું છે. આનાથી ખબર પડે છે કે, ક્રિપ્ટો જેવા સંસ્થાકીય રોકાણકારો સોનાને સુરક્ષિત અને સૌથી મજબૂત એસેટ માની રહ્યા છે. ભારતમાં લગ્નગાળો (વેડિંગ સીઝન) હવે શરૂ થવાનો છે. સોનામાં ઘટાડા પછી ફોલો બાઇંગ આવે છે. આનાથી પણ સોનાને સપોર્ટ મળશે. કેડિયા એડવાઇઝરીના ફાઉન્ડર અજય કેડિયાના જણાવ્યા અનુસાર, ગ્લોબલ અનિશ્ચિતતા, સેન્ટ્રલ બેંકની સતત ખરીદી અને ડોલરમાં નબળાઈ સોના-ચાંદીની કિંમતોને ઉપર લઈ જવા માટે તૈયાર છે. આવામાં તાજેતરનો ઘટાડો ખરીદીની શ્રેષ્ઠ તક હોઈ શકે છે. દિવાળી સુધીમાં સોના અને ચાંદીમાં મોટી તેજી આવી શકે છે. સોનું વર્તમાનમાં લગભગ ₹1.44 લાખ (પ્રતિ 10 ગ્રામ) ના સ્તરની પાસે કારોબાર કરી રહ્યું છે. દિવાળી સુધીમાં આ વધીને ₹1.60 લાખ પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. બીજીબાજુ ચાંદીમાં પણ મોટી તેજી શક્ય છે. ગોલ્ડ સિલ્વર રેશિયો 70 થી નીચેના કરેક્શન પછી હવે ફરીથી બોટમ-આઉટ થઈને મજબૂત આધાર બનાવી રહ્યો છે. ચાંદી ₹2.18 લાખના દાયરામાંથી નીકળીને ₹2.75 લાખ પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી શકે છે. કોમોડિટી એક્સપર્ટ અનુજ ગુપ્તાનું માનવું છે કે, સોના-ચાંદીમાં ઘટાડાનો દોર હવે થંભી ગયો છે અને અહીંથી મોટી મંદીની આશંકા નહિવત છે. તેમના જણાવ્યા મુજબ, આવનારા દિવસોમાં ફેસ્ટિવ અને લગ્નગાળાની સીઝનના કારણે માંગમાં જબરદસ્ત વધારો થશે. અમેરિકી ડોલરમાં નબળાઈ, અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો ન કરવો અને ક્રૂડ ઓઇલની ઘટતી કિંમતો… આ એવા મુખ્ય કારણો છે, જે સોના-ચાંદીને નવી ઊંચાઈઓ પર લઈ જવાનું કામ કરશે. સોનામાં ₹1.98 લાખ કરોડનો નવો રેકોર્ડ… માગ 6 વર્ષના તળિયે, છતાં ભાવમાં આવેલી આ સુનામી પાછળ ‘હાથ’ કોનો? Post navigation Breaking News : અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે આણંદમાં બની ઘટના, ટ્રેનો પ્રભાવિત થવાની સંભાવના, જુઓ Video Numerology Compatibility: આ બે અંકોની જોડી બને છે સૌથી ખાસ ! મિત્રતા હોય કે પ્રેમ, હંમેશા રહે છે સાથે