T20 WC Breaking : મિશેલ સેન્ટનર આ સિદ્ધિ મેળવનાર ન્યૂઝીલેન્ડનો13 મો ખેલાડી બન્યો, શ્રીલંકા સામે તોડ્યો રેકોર્ડ

મિશેલ સેન્ટનર ફરી એકવાર ન્યૂઝીલેન્ડ ટીમ માટે તારણહાર સાબિત થયો હતો. તેણે એક મહત્વપૂર્ણ મેચમાં અને એક મહત્વપૂર્ણ સમયે એક શક્તિશાળી ઇનિંગ રમી હતી. શ્રીલંકા સામે ન્યૂઝીલેન્ડે 84 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. તે સમયે મિશેલ સેન્ટનર મેદાનમાં ઉતર્યો અને આઠમા ક્રમના બેટ્સમેન કોલ મેનોકી સાથે મળીને તેની ટીમ માટે ન માત્ર એક મહત્વપૂર્ણ ભાગીદારી કરી પરંતુ એક મોટો રેકોર્ડ પણ તોડ્યો.

સેન્ટનરે મેકકોન્ચી સાથે 84 રન ઉમેર્યા

હવે પ્રશ્ન એ છે કે મિશેલ સેન્ટનરે શું કર્યું અને કોલ મેકકોન્ચી સાથે તેણે કયો રેકોર્ડ તોડ્યો? ન્યૂઝીલેન્ડના 6 વિકેટે 84 રન બન્યા પછી, મિશેલ સેન્ટનરે કોલ મેકકોન્ચી સાથે 47 બોલમાં 84 રનની ભાગીદારી નોંધાવી, જેના પરિણામે એક સમયે ડગમગતી ન્યૂઝીલેન્ડની ઇનિંગ 20 ઓવરમાં 7 વિકેટે 168 રન સુધી પહોંચી ગઈ.

7 મી વિકેટની ભાગીદારીનો રેકોર્ડ તૂટ્યો

મિશેલ સેન્ટનર અને કોલ મેકકોન્ચી વચ્ચેની ભાગીદારીએ સાતમી વિકેટ માટે સૌથી વધુ ભાગીદારીનો ન્યૂઝીલેન્ડ તરફથી નવો રેકોર્ડ બનાવ્યો હતો. અગાઉનો રેકોર્ડ 24 રનનો હતો જે મિશેલ સેન્ટનર અને ઇશ સોઢીના નામે હતો.

 

સેન્ટનરે 47 રન બનાવ્યા

મિશેલ સેન્ટનરે કોલ મેકકોન્કી સાથે ભાગીદારીમાં 26 બોલમાં 47 રનનું યોગદાન આપ્યું, જેમાં ચાર છગ્ગા અને બે ચોગ્ગાનો સમાવેશ થાય છે. તે ન્યૂઝીલેન્ડની ઇનિંગના છેલ્લા બોલ પર આઉટ થયો. મેકકોન્કી 23 બોલમાં 31 રન બનાવીને અણનમ રહ્યો, જેમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે.

T20I માં 1000 રન કરનાર 13 મો કિવી ખેલાડી

શ્રીલંકા સામેની 47 રનની ઇનિંગ દરમિયાન મિશેલ સેન્ટનરે T20 ઇન્ટરનેશનલમાં 1,000 રન પૂરા કર્યા. સેન્ટનરે તેની ઇનિંગનો 26મો રન બનાવતાની સાથે જ આ સીમાચિહ્ન હાંસલ કર્યો. મિશેલ સેન્ટનરે હવે 132 મેચોમાં 88 ઇનિંગમાં 1,021 રન બનાવ્યા છે. તે T20 ઇન્ટરનેશનલમાં 1,000 થી વધુ રન બનાવનાર ન્યુઝીલેન્ડનો 13 મો ખેલાડી બની ગયો છે.

T20 WC Breaking : 0,0,0 છતાં અભિષેક રેન્કિંગમાં નંબર 1 પર યથાવત, ઇશાન-બુમરાહને મોટો ફાયદો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *