નાળિયેર પાણી: નાળિયેરનું પાણી કુદરતી મિનરલ્સથી ભરપૂર હોય છે. તેમાં પોટેશિયમ અને સોડિયમ હોવાથી શરીરમાં પાણીનું સંતુલન જાળવવામાં મદદ મળે છે. ગરમીમાં નાળિયેરનું પાણી પીવાથી શરીર ઠંડુ રહે છે અને ડિહાઈડ્રેશનથી બચાવ થાય છે. શેરડીનો રસ: શેરડીનો રસ ગરમીમાં સૌથી લોકપ્રિય છે. તેમ કુદરતી શુગર, આયર્ન, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા મિનરલ્સ હોય છે. તે શરીરને તરત એનર્જિ આપે છે અને પાણીની કમી દૂર કરવામાં મદદ કરે છે. શેરડીનો રસ પીવાથી થાક અને ચક્કર આવવાની સમસ્યા પણ ઓછી થાય છે. લીંબુ પાણી: લીંબુ પાણી એ સરળતાથી મળી રહે તેવું પીણું છે. તેમ વિટામિન C વધુ હોય છે. જે શરીરને તાજગી આપે છે. લીંબુના રસમાં મીઠું અને પાણી ઉમેરવાથી શરીરને જરૂરી મિનરલ્સ મળે છે. તરબૂચનો રસ: તરબૂચમાં લગભગ 90 ટકા પાણી હોય છે. તેથી તેનો રસ પીવાથી શરીરમાં પ્રમાણ ઝડપથી વધે છે. તરબૂચનો જ્યુસ શરીરનું પાચન સુધારે છે અને ઉનાળામાં તાજગી આપે છે. સંતરાનો રસ: સંતરાનો રસ વિટામિન C અને એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. પાઇનેપલ જ્યુસ: પાઇનેપલ જ્યુસ સ્વાદિષ્ટ અને તાજગી આપે છે. તેમાં વિટામિન C, મિનરલ્સ અને એન્ઝાઈમ્સ હોય છે જે પાચન માટે સારા છે. મેંગો શેક: મેંગો શેક પણ લોકપ્રિય છે. તેમ વિટામિન A, C અને એનર્જિ ભરપૂર હોય છે. મેંગો શેક પીવાથી શરીરને શક્તિ મળે છે અને ગરમીમાં થતો થાક ઓછો થાય છે. છાશ: છાશ લોકપ્રિય પીણું છે. તેમાં રહેલા પ્રોબયોટિક્સ અને મિનરલ્સ પાચન સુધારે છે અને શરીરને ઠંડક આપે છે. નારંગીથી લઈને તરબૂચ અને દ્રાક્ષ સુધી… રસદાર, મીઠા ફળો કેવી રીતે ખરીદવા? ટિપ્સ જાણવા અહી ક્લિક કરો. Post navigation Iran Israel War Breaking : ભારત જે UAE રિફાઇનરીમાંથી તેલ ખરીદતું હતું તેના પર થયો ડ્રોન હુમલો,તેલની અછત સર્જાઈ Breaking News: યુદ્ધની અસર ભાવનગરના અલંગ યાર્ડ પર, શિપ બ્રેકિંગ યાર્ડમાં ગેસ અછતથી કામગીરી ધીમી