મિડિલ ઈર્સ્ટમાં ચાલી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે અરબ અમીરાત (UAE)ના અર્થતંત્રની કરોડરજ્જુ, રુવૈસ ઇન્ડસ્ટ્રિયલ સિટી પર એક મોટો ડ્રોન હુમલો થયો છે. આ હુમલા બાદ, સાવચેતીના પગલા તરીકે વિશ્વની ચોથી સૌથી મોટી રિફાઇનરી રુવૈસ રિફાઇનરીમાં કામગીરી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. આ હુમલા દરમિયાન સરકારી તેલ કંપની ADNOCમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. જેનાથી ગ્લોબલ તેલ બજારમાં હડકંપ મચી ગયો છે. રુવૈસની રિફાઈનરીમાંથી ભારત પોતાની જરુરતનો એક મોટો ભાગ આયાત કરતું હતુ. આના શટડાઉન થવાથી દુનિયા માટે હોર્મુઝ બાદ સૌથી મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. સરકારી તેલ કંપની ADNOC દ્વારા આ બંધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની ગાર્ડ્સ (IRGC)ના બળવાને કારણે વૈશ્વિક સ્તરે તેલની અછત સર્જાઈ છે, જેમાં ક્રૂડ ઓઇલના ભાવ120 ને વટાવી જવાની ધારણા છે. હોર્મુઝ પછી યુએઈને સૌથી મોટો ઝટકો અબુ ધાબી નેશનલ ઓયલ કંપની ADNOCની રુવૈસ રિફાઈનરી દરરોજ 9 લાખ 22 હજાર બેરલ કાચું તેલ પ્રોસેસ કરવાની ક્ષમતા છે. આ બંધ થવાથી દુનિયાભરમાં પેટ્રોલ અને ડિઝલની સપ્લાયમાં નોંધપાત્ર અછત સર્જાઈ શકે છે. નિષ્ણાતો માને છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝના નાકાબંધી પછી આ હુમલો તેલની કિંમતને $120 પ્રતિ બેરલને પાર કરી શકે છે. ભારત પોતાની તેલ જરુરતનો અંદાજે 10 ટકા થી 11 ટકા ભાગ સીધી રીતે યુએઈથી મંગાવે છે. રુવૈસ રિફાઈનરી ભારતની સરકારી તેલ કંપનીઓ (IOCL, BPCL) માટે એક મહત્વની સપ્લાયર છે. આ શટડાઉનનો મતલબ એ છે કે, ભારત આવનાર તેલના જહાજ મોડા આવશે. કાચું તેલ મોંધુ થવાની સીધી અસર પેટ્રોલ, ડીઝલ અને ઘરેલું ગ્રેસની કિંમતો પર પડી શકે છે.કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે પણ સ્પષ્ટપણે કહ્યું છે કે ,ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાના નથી અને કોઈએ ગભરાવાની જરૂર નથી. ઈરાન સાથે યુદ્ધમાં ઝઝૂમી રહેલા અમેરિકાએ એક મોટી જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે 50 વર્ષમાં અમેરિકામાં પહેલી ઓઈલ રિફાઈનરી ખુલવા જઈ રહી છે. ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ છોડ્યા અને મધ્ય પૂર્વમાં અમેરિકન લશ્કરી થાણાઓ પર પણ હુમલો કર્યો. અહી ક્લિક કરો Post navigation Kitchen Oil Spill Cleaning: રસોડામાં ઢોળાયેલું તેલ મિનિટોમાં સાફ કરો, અજમાવો આ સરળ ઘરગથ્થુ ઉપાયો Summer Tips: ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવું છે ? તો પીવો શરીરને ઠંડક આપતા આ જ્યુસ