વાનખેડે સ્ટેડિયમમાં આઈપીએલ 2026ના બીજા મુકાબલામાં જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ સામસામે આવી ત્યારે ઈતિહાસ રચાઈ ગયો હતો. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં મેદાન પર ઉતરતાની સાથે જ મુંબઈ ઈન્ડિયન્સ ટી20 ફોર્મેટમાં 300 મેચ પૂરી કરનારી વિશ્વની પ્રથમ ફ્રેન્ચાઈઝી ટીમ બની છે. ટી20 ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ પણ ક્લબ કે ફ્રેન્ચાઈઝી ટીમ 300 મેચના આંકડા સુધી પહોંચી શકી નથી. મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલમાં કુલ 278 મેચ રમી છે જ્યારે ચેમ્પિયન્સ લીગ ટી20માં 22 મેચ રમી છે. આ રીતે કુલ 300 મેચ સાથે મુંબઈ ઈન્ડિયન્સ હવે સમરસેટ અને પાકિસ્તાન જેવી ટીમોની ક્લબમાં સામેલ થઈ ગઈ છે જેણે 300થી વધુ ટી20 મેચ રમી હોય. વિશ્વમાં સૌથી વધુ ટી20 મેચ રમવાના મામલે પાકિસ્તાન અને સમરસેટ 303 મેચ સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને છે. ત્યારબાદ હવે મુંબઈ ઈન્ડિયન્સ 300 મેચ સાથે ત્રીજા ક્રમે આવી ગયું છે. આ યાદીમાં હેમ્પશાયર 296 મેચ સાથે ચોથા અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 287 મેચ સાથે પાંચમા સ્થાને છે. ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં આરસીબી હજુ મુંબઈથી ઘણી પાછળ છે. મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ ઈતિહાસની સૌથી સફળ ટીમોમાંની એક છે જેણે અત્યાર સુધી 5 વખત ટ્રોફી પોતાના નામે કરી છે. જોકે છેલ્લા બે સીઝન મુંબઈ માટે આશા મુજબના રહ્યા નથી. આ વખતે સતત ત્રીજી સીઝનમાં ટીમની કમાન સંભાળી રહેલા હાર્દિક પંડ્યા પર મોટી જવાબદારી છે કે તે ટીમને ફરી એકવાર ચેમ્પિયન બનાવે અને આ ઐતિહાસિક 300મી મેચને જીત સાથે યાદગાર બનાવે. આ સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે રોહિત શર્માનું પ્રદર્શન ખૂબ જ મહત્વનું સાબિત થશે. ગયા સીઝનમાં બેટથી ખાસ કમાલ ન કરી શકનાર રોહિત શર્મા પાસેથી આ વખતે ચાહકોને મોટી ઈનિંગની અપેક્ષા છે. ટીમે પોતાના સ્ક્વોડમાં વધુ ફેરફાર કર્યા નથી અને કેટલાક યુવા ભારતીય ખેલાડીઓ પર ભરોસો મૂક્યો છે. હવે જોવાનું એ રહેશે કે શું મુંબઈ આ ઐતિહાસિક સિદ્ધિને જીતમાં બદલી શકે છે કે નહીં. Breaking News: પાકિસ્તાનમાં લાગ્યુ લોકડાઉન, શાળાઓ અને ઓફિસોમાં ફરજિયાત વર્ક ફ્રોમ હોમનો આદેશ, ઈંધણની કટોકટી વચ્ચે લેવાયો નિર્ણય Post navigation Breaking News: એકસાથે બે મોટા ઝટકા! ધોની બાદ હવે આ ખતરનાક બેટ્સમેન પણ બહાર, શું CSK ની પ્લેઈંગ ઈલેવન વેરવિખેર થઈ જશે? IPL 2026 ની MI vs KKR વચ્ચેની મેચમાં છેલ્લી ઓવરના પહેલા બોલે બુમરાહે કરેલી એક ભૂલ બની શકે મુંબઈની હારનું કારણ..!