MS Dhoniએ IPLના ઇતિહાસમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી છે. ધોનીએ અત્યાર સુધીમાં IPLની 278 મેચ રમેલી છે, જે તેની શારીરિક ક્ષમતા અને ક્રિકેટ પ્રત્યેની લાગણી દર્શાવે છે. (Photo-BCCI) સ્ટમ્પની પાછળ ધોનીનો કોઈ મુકાબલો નથી. તે IPLના ઇતિહાસનો એકમાત્ર ખિલાડી છે જેને 201 ડિસમીસ્સલ્સ કર્યા છે. જેમાં 155 કેચ અને 46 સ્ટમ્પિંગનો સમાવેશ છે. તેની વીજળી જેવી ઝડપ તેને વિશ્વનો સૌથી સફળ વિકેટકીપર બનાવે છે. (Photo-BCCI) ધોની કેપ્ટન તરીકે IPLના ઇતિહાસમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી છે. ધોનીએ 226 મેચ કેપ્ટન તરીકે રમી છે જેમાં 133 જીત મેળવી છે. તેની કેપ્ટનશીપમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 5 વખત IPL ટાઇટલ જીત્યું છે અને 10 વાર ફાઇનલમાં પહોંચ્યું છે. (Photo-BCCI) MS Dhoniએ IPLની કારકિર્દીમાં કુલ 264 છગ્ગા માર્યા છે. અને તે ઓલ ટાઈમ લિસ્ટમાં ચોથા નંબરે છે. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 235 થી પણ વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ ધોનીના નામે છે. (Photo-BCCI) ધોનીને Best Finisher કહેવામાં આવે છે. નંબર 5 કે તેથી નીચે બેટિંગ કરીને ધોનીએ સૌથી વધુ રન ફટકાર્યા છે. આ ક્રમ પર બેટિંગ કરતાં ધોનીએ 3,683 રન બનાવ્યા છે. જે કોઈ પણ નીચલા ક્રમના બૅટ્સમેન માટે અઘરું છે. (Photo-BCCI) IPL 2026 : વૈભવ સૂર્યવંશી કે અભિષેક શર્મા નહીં, શું આ વખતે વિરાટ કોહલી ફટકારશે સૌથી વધુ છગ્ગા? Post navigation પ્રિતી ઝિન્ટાની મોટી વાપસી ! Lahore 1947 પછી આ ફિલ્મમાં કરશે ધમાકેદાર એન્ટ્રી, જાણો કઈ હશે ફિલ્મ … Stock Market : એક જ શેરમાં ₹720 સુધીનો સીધો નફો થશે, શું તમારો પોર્ટફોલિયો આ ઉછાળા માટે તૈયાર છે?