IPL 2026 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર નાથન એલિસ ઈજાના કારણે આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે, જેનાથી ટીમના બોલિંગ વિભાગ પર સીધી અસર પડી છે. ગયા વર્ષે IPLમાં CSKનું પ્રદર્શન ખૂબ નબળું રહ્યું હતું અને ટીમ છેલ્લાં સ્થાને રહી હતી. નાથન એલિસને પણ ફક્ત એક જ મેચ રમવાની તક મળી હતી. જોકે, નવી સીઝનમાં તેને વધુ તકો મળશે તેવી આશા રાખવામાં આવી રહી હતી, પરંતુ ઈજાના કારણે હવે તે શક્ય બનશે નહીં. નવી સીઝન માટે નવી ઊર્જા અને આશા સાથે મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહેલી CSKને ટૂર્નામેન્ટ શરૂ થવાના માત્ર નવ દિવસ પહેલાં આ મોટો ઝટકો લાગ્યો છે. એલિસની ગેરહાજરીથી ટીમની બોલિંગ લાઇન-અપ નબળી પડી શકે છે અને ટીમની વ્યૂહરચનાઓ પર પણ અસર જોવા મળી શકે છે. અહેવાલો અનુસાર, ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર નાથન એલિસ હેમસ્ટ્રિંગ ઈજાથી પીડાઈ રહ્યો છે. આ ઈજાને કારણે તે ટૂર્નામેન્ટ શરૂ થાય ત્યાં સુધી સંપૂર્ણ રીતે ફિટ થઈ શકશે નહીં. સ્પોર્ટસ્ટારના અહેવાલ મુજબ, CSKના CEO કાસી વિશ્વનાથને પણ આ વાતની પુષ્ટિ કરી છે અને તેને ટીમ માટે મોટો ફટકો ગણાવ્યો છે. તેમણે કહ્યું છે કે ટીમ હવે એલિસના રિપ્લેસમેન્ટ માટે વિકલ્પો શોધી રહી છે. 31 વર્ષીય નાથન એલિસને ગયા સીઝન પહેલાં મેગા ઓક્શનમાં CSKએ ₹2 કરોડના બેઝ પ્રાઈસ પર ખરીદ્યો હતો. IPL 2025માં તેણે ફક્ત એક મેચમાં ભાગ લીધો હતો અને તેમાં એક વિકેટ મેળવી હતી. છતાં, ફ્રેન્ચાઇઝીએ તેના પર વિશ્વાસ રાખીને તેને ટીમમાં જાળવી રાખ્યો હતો અને IPL 2026 માટે તે ટીમના મહત્વના બોલર તરીકે જોવામાં આવી રહ્યો હતો. IPL Facts : મેદાન પર કિંગનો દબદબો : આ ખેલાડીઓ સામે બનાવ્યા છે સૌથી વધુ રન Post navigation દ્વારકામાં અચાનક તેજ પવન ફુંકાતા બીચ પર ઉડવા લાગી રાઈડ્સ તો ધરતીપુત્રોમાં ઘેરાયા ચિંતાના વાદળો, તૈયાર પાકને બચાવવા મુકી દોટ- Video Richest Celebrities : દુનિયાની એ અભિનેત્રીઓ જેમની કુલ સંપતિ એક નાના દેશની અર્થવ્યવસ્થા બરાબર જેટલી છે, જુઓ Photos