સંસદના બજેટ સત્રમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલુ છે. બંને પક્ષો એકબીજા પર ગૃહની અંદર અને ગૃહની બહાર શાબ્દિક હુમલો કરી રહ્યા છે. ભૂતપૂર્વ આર્મી ચીફ એમએમ નરવણેના પુસ્તક પર વિવાદ થયો. રાહુલ ગાંધી ચીની ઘૂસણખોરીનો આરોપ લગાવીને સરકાર પર હુમલો કરવા માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે. જવાબમાં, ભાજપના સાંસદ નિશિકાંત દુબે પણ ગૃહમાં એક પુસ્તક લાવ્યા. જેને લઈને સરકાર પક્ષ અને વિપક્ષ વચ્ચેનો હોબાળો વધ્યો. આ બધાની વચ્ચે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આજે સાંજે 5 વાગ્યેનું સંબોધન થઈ શક્યું નહીં. દિવસભર વિપક્ષે મચાવેલા હોબાળા બાદ, ગૃહની કાર્યવાહી આવતીકાલ સવાર સુધી સ્થગિત કરવામાં આવી છે. અગાઉ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત લોકસભામાં પીએમના નિર્ધારિત ભાષણ પહેલાં થઈ હતી. અમિત શાહે, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સાથે પણ મુલાકાત કરી હતી, જેઓ પણ હાજર હતા. ગૃહમાં આખો દિવસ હોબાળો જોવા મળ્યો. નિશિકાંત દુબેના નિવેદનથી સંઘર્ષ વધુ તીવ્ર બન્યો આનું કારણ ભાજપના સાંસદ નિશિકાંત દુબેનું લોકસભામાં આપેલું નિવેદન હતું. તેમણે ગાંધી પરિવાર વિશે લખાયેલા પુસ્તકોનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં વાંધાજનક ટિપ્પણીઓ હતી. નિશિકાંત દુબેના નિવેદનથી ગૃહમાં હોબાળો વધ્યો હતો અને અધ્યક્ષને કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી હતી. આ પછી, વિપક્ષી પક્ષોના સાંસદોએ સ્પીકરની ચેમ્બરમાં ધસી ગયા હતા. જ્યા તેમણે પ્રશ્ન કર્યો હતો કે, જ્યારે રાહુલ ગાંધીને પુસ્તક પર બોલવાની મંજૂરી આપવામાં આવી ના હતી તો પછી ભાજપના સાંસદને પુસ્તક પર કેમ બોલવા દેવામાં આવ્યા. એવું લાગતું નથી કે આજે પીએમ ગૃહમાં આવેઃ રાહુલ કોંગ્રેસ અને વિપક્ષી પક્ષના સાંસદોએ, વ્હાલા દવલાના મુદ્દાએ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના કાર્યાલયમાં હોબાળો મચાવ્યો. દરમિયાન, રાહુલ ગાંધી પણ સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે. પુસ્તક પર ચાલી રહેલા આ વિવાદમાં રાહુલ ગાંધીએ કહ્યું, “એવું લાગતું નથી કે પીએમ આજે ગૃહમાં આવશે. જો તેઓ સંસદમાં આવશે તો હું તેમને આ પુસ્તક આપીશ.” જો કે, રાહુલ ગાંધી નરવણેનું પુસ્તક લઈને સંસદ પહોંચ્યા હતા. જે પુસ્તક પ્રકાશીત થયું નથી તેમ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે લોકસભામાં જણાવ્યું હતું. Breaking News: મુસ્લિમ દબંગોની ગુંડાગીરી સામે પોલીસ લાચાર? 40 પરિવારો પલાયન કરવા મજબૂર, ઘરો પર લાગ્યા ‘મકાન વેચવાનું છે’ના પોસ્ટરો Post navigation Breaking News : 16,249 કરોડ માર્કેટ કેપ વાળી આ કંપનીનું થશે Demerger, રોકાણકારોની શેર પર નજર Breaking News : 7,10,900 રોકાણકારો વાળી કંપનીનું ક્રિકેટમાં ડેબ્યૂ, IPL 2026 માટે RCBની પ્રિન્સિપાલ સ્પોન્સર બની