પ્રધાનમંત્રી મોદીએ આજે ગુરુવારે પોતાના મંત્રીઓને કહ્યું કે-ઈરાનમાં ચાલી રહેલા સંકટને ધ્યાનમાં રાખીને દેશની અંદરની સ્થિતિ પર સતત નજર રાખવી જરૂરી છે. તેમણે ચેતવણી આપી કે કેટલાક લોકો હાલની પરીસ્થિતિને લઈ અફવા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેથી આવા લોકો પર કડક નજર રાખવી જોઈએ. ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધના કારણે દેશના ઘણા વિસ્તારોમાં ગેસની અછત જોવા મળી રહી છે. LPG સિલિન્ડર મેળવવા માટે લાંબી લાઈનો લાગી રહી છે. આ સ્થિતિ વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ પોતાના મંત્રીઓને સૂચના આપી છે કે લોકોમાં ભય અને ગેરસમજ ફેલાવનાર તત્વો પર નજર રાખવી જરૂરી છે. તેમણે જણાવ્યું કે સંભવિત સંકટ સામે ભારતની તૈયારીઓ મજબૂત છે. સૂત્રોના જણાવ્યા મુજબ, મોદીએ મંત્રીઓને સોશિયલ મીડિયા પર સક્રિય રહેવા અને વિરોધ પક્ષના પ્રચારનો તીવ્ર રીતે જવાબ આપવા પણ જણાવ્યું છે. અન્ય દેશોની સરખામણીએ ભારતમાં સ્થિતિ સારી મંત્રીઓમાં આત્મવિશ્વાસ જળવાઈ રહે તે માટે મોદીએ કહ્યું કે આવી સ્થિતિ માત્ર એક દેશને નહીં પરંતુ આખી દુનિયાને અસર કરતી હોય છે. તેમ છતાં ભારતની તૈયારી ઘણા પડોશી દેશો અને અન્ય દેશોની તુલનામાં વધુ મજબૂત છે. આ પહેલા બુધવારે તમિલનાડુમાં એક જાહેર સભાને સંબોધતા મોદીએ લોકોને ગભરાશો નહીં તેવી અપીલ કરી હતી. તેમણે વિશ્વાસ આપ્યો હતો કે ગેસ સંકટનો જલ્દી ઉકેલ લાવવામાં આવશે. દેશમાં કોમર્શિયલ ની LPG સિલિન્ડર અછતના કારણે હોટેલ ઉદ્યોગ પર પણ અસર પડી રહી છે. મોદીએ લોકોને અપીલ કરતાં કહ્યું કે લોકો માત્ર સાચી અને સચોટ માહિતી જ ફેલાવે. હોર્મુઝ જળમાર્ગ અંગે ભારતને રાહત હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા આંતરરાષ્ટ્રીય શિપિંગ બંધ કરવા અથવા વિક્ષેપિત કરવાના ઈરાનના પ્રયાસો વચ્ચે ભારતે એક મોટી સફળતા મેળવી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે તેમના ઈરાની સમકક્ષ, અબ્બાસ અરાઘચી સાથે આ દરિયાઈ માર્ગ દ્વારા જહાજોની અવરજવર અંગે ઉચ્ચ સ્તરીય વાટાઘાટો કરી હતી. ચર્ચા બાદ ઈરાન ભારત માટે હોર્મુઝ જળમાર્ગ ખોલવા માટે તૈયાર થઈ ગયું છે. હવે ભારતના રાષ્ટ્રધ્વજ ધરાવતા ટેન્કરોને આ માર્ગથી પસાર થવાની મંજૂરી આપવામાં આવશે. માહિતી મુજબ ભારતના બે ટેન્કર પુષ્પક અને પરિમલ સુરક્ષિત રીતે આ જળમાર્ગથી પસાર થઈ રહ્યા છે. મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ગુજરાતમાં! અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો, સપ્લાય ઘટતાં લોકોમાં ચિંતા Post navigation Recharge Plan Breaking: માત્ર ₹1,849માં મળી રહી 365 દિવસની વેલિડિટી, આ કંપનીએ લોન્ચ કર્યો પ્લાન Breaking News : હવે વિપક્ષના નિશાને છે ચૂંટણી પંચ, મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવા ઈતિહાસમાં પહેલીવાર કરાશે આવી કાર્યવાહી