પાકિસ્તાનની આર્થિક હાલત દિવસેને દિવસે કથળી રહી છે. હવે સ્થિતિ એવી આવી છે કે જૂનું દેવું ચૂકવવા માટે પાકિસ્તાન નવા દેવાની શોધમાં ભટકી રહ્યું છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) એ પાકિસ્તાનને આપેલા 3 અબજ ડોલર (આશરે 25 હજાર કરોડ રૂપિયાથી વધુ) આ મહિનાના અંત સુધીમાં પરત કરવા અલ્ટીમેટમ આપ્યું છે. UAE કેમ નારાજ થયું? છેલ્લા 7 વર્ષથી UAE પાકિસ્તાનના દેવાની મુદત લંબાવતું આવ્યું છે, પરંતુ આ વખતે તેણે સ્પષ્ટ ના પાડી દીધી છે. નિષ્ણાતોનું માનવું છે કે આ પાછળ સૌદી અરેબિયા અને UAE વચ્ચેનો આંતરિક વિવાદ જવાબદાર છે. પાકિસ્તાને તાજેતરમાં સૌદી અરેબિયા સાથે સંરક્ષણ કરાર કરીને ત્યાં ફાઈટર જેટ્સ તૈનાત કર્યા છે, જેનાથી UAE નારાજ થયું હોવાનું મનાય છે. નવું દેવું મેળવવાની મથામણ બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, પાકિસ્તાન હવે ચીન અને સૌદી અરેબિયા પાસે 3.5 અબજ ડોલરની મદદ માંગી રહ્યું છે. જો પાકિસ્તાન આ દેવું નહીં ચૂકવે, તો તેના વિદેશી મુદ્રા ભંડારમાં 18% જેટલો જંગી ઘટાડો થશે, જે તેને સંપૂર્ણ કંગાળી તરફ ધકેલી શકે છે. હાલમાં પાકિસ્તાન પાસે માત્ર ત્રણ મહિનાની આયાત કરી શકાય તેટલું જ ભંડોળ બચ્યું છે. IMF ની શરતો અને મુશ્કેલીઓ પાકિસ્તાન અત્યારે IMF ના 7 અબજ ડોલરના બેલઆઉટ પેકેજ પર નભી રહ્યું છે. IMF ની શરત છે કે મિત્ર દેશો પાસેથી મળેલું દેવું ‘રોલઓવર’ (મુદત વધારવી) થતું રહેવું જોઈએ. પરંતુ જો UAE પૈસા પાછા માંગવા પર અડગ રહેશે, તો IMF ના પેકેજ પર પણ સંકટ આવી શકે છે. હવે આખી દુનિયાની નજર ચીન અને સૌદી અરેબિયા પર છે. શું આ બંને દેશો પાકિસ્તાનને આ કટોકટીમાંથી બહાર કાઢશે કે પછી પાકિસ્તાન આર્થિક રીતે સંપૂર્ણપણે ભાંગી પડશે? તે જોવું રહ્યું. Breaking News : ટ્રમ્પની ‘નાકાબંધી’ સામે ચીને ઉગામ્યું હથિયાર; ઈરાન મુદ્દે અમેરિકાને આપી ખુલ્લી ચેતવણી – ‘અમારા મામલે દખલ ન કરો’ Post navigation અમદાવાદના આંગણે અનેરો ઉત્સવ, કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ 1 લિટર પાણી ફિલ્ટર કરવા માટે RO કેટલા લિટર પાણીનો બગાડ કરે છે ? જાણી ને ચોંકી જશો…