હવે યુઝર્સ 5,000 રૂપિયા સુધીના UPI પેમેન્ટ પોતાના મોબાઈલના ફિંગરપ્રિન્ટ કે ફેસ લોક દ્વારા કરી શકશે. આ સર્વિસ માત્ર ટ્રાન્ઝેક્શનને ઝડપી અને સરળ જ નહીં બનાવે પરંતુ સુરક્ષાના સ્તરને પણ પહેલા કરતા વધુ મજબૂત કરશે. આ ફીચર આવવાથી હવે દરેક નાના પેમેન્ટ માટે UPI પિન નાખવાની જરૂર નહીં પડે. ઘણીવાર લોકો પિન ભૂલી જાય છે અથવા ખોટી પિન નાખે છે, જેના કારણે પેમેન્ટ ફેઈલ થઈ જાય છે. આવી સ્થિતિમાં, આ નવી સુવિધા પેમેન્ટને ઝડપી, સરળ અને ભરોસાપાત્ર બનાવશે. આ ફીચર એન્ડ્રોઇડ અને iOS બંને ડિવાઇસ પર કામ કરશે, જ્યાં ફિંગરપ્રિન્ટ અથવા ફેસ રેકગ્નિશનની સુવિધા ઉપલબ્ધ છે. યુઝર્સ તેનો ઉપયોગ મિત્રો કે પરિવારને પૈસા મોકલવા, QR કોડ સ્કેન કરીને પેમેન્ટ કરવા અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં કરી શકે છે. સુરક્ષાની દૃષ્ટિએ પણ આ ફીચર ઘણું મજબૂત છે. ફિંગરપ્રિન્ટ અને ફેસ ડેટા દરેક વ્યક્તિ માટે અલગ હોય છે તેમજ તે મોબાઈલમાં જ સુરક્ષિત રહે છે, જેનાથી છેતરપિંડીની શક્યતા ઘટી જાય છે. જો કે, 5,000 રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન માટે અત્યારે પણ UPI પિન નાખવી જરૂરી રહેશે. આ ફીચરને ચાલુ કરવા માટે યુઝરે BHIM એપ ખોલીને પ્રોફાઇલમાં જવું પડશે, ત્યાં પોતાના બેંક એકાઉન્ટને પસંદ કરીને બાયોમેટ્રિક ટ્રાન્ઝેક્શન (Biometric Transaction) ઓપ્શનને ઓન કરવો પડશે. ત્યારબાદ તમે સરળતાથી ફિંગરપ્રિન્ટ દ્વારા પેમેન્ટ કરી શકશો. આ પણ વાંચો: મોબાઇલ એપથી આધાર અપડેટ કરવાની સરળ રીત, ઘરે બેઠા આ રીતે કરો નંબર અપડેટ Post navigation Bermuda Triangle : એવું તો શું છે આ જગ્યાએ કે જ્યાં જહાજ અને હવાઈ જહાજ જવાથી ગભરાય છે? જાણો શું છે સત્ય! હવે ટ્રેન ઉપડવાના માત્ર 30 મિનિટ પહેલા પણ બદલી શકશો ‘બોર્ડિંગ સ્ટેશન’; મુસાફરો માટે ખુશખબર