વિશ્વના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની ખાડીને સુરક્ષિત રાખવાના પોતાના વાદાઓમાંથી પીછેહઠ કરી છે. ટ્રમ્પનું માનવું છે કે અમેરિકા આ રસ્તાનો ઉપયોગ કરતું નથી, તો પછી અમેરિકી સેના ત્યાં કેમ તૈનાત રહે? ટ્રમ્પની સોશિયલ મીડિયા પર ‘ધડાકાભેર’ પોસ્ટ ટ્રમ્પે ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું કે, “હોર્મુઝની સુરક્ષાની જવાબદારી એ દેશોની છે જે તેનો ઉપયોગ કરે છે. યુનાઇટેડ સ્ટેટ્સ આ માર્ગનો ઉપયોગ નથી કરતું! જો અન્ય દેશો મદદ માંગશે તો અમે વિચારીશું, પરંતુ ઈરાનનો ખતરો ખતમ થયા પછી અમારી જરૂર રહેવી જોઈએ નહીં.” આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે 28 ફેબ્રુઆરીએ ઈરાન પર થયેલા હુમલા બાદ આ માર્ગ જોખમી બન્યો છે. 48 કલાકનું અલ્ટીમેટમ અને યુ-ટર્ન રસપ્રદ વાત એ છે કે, હજુ 22 માર્ચે જ ટ્રમ્પે ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું કે જો આ રસ્તો ખોલવામાં નહીં આવે તો અમેરિકા ઈરાનના પાવર ગ્રીડને ‘માટીમાં મેળવી દેશે’. પરંતુ હવે અચાનક અમેરિકાએ આ મામલે પલ્લું ઝાડી દેતા પશ્ચિમી દેશોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. ટ્રમ્પે સંકેત આપ્યો છે કે તેઓ મધ્ય-પૂર્વમાં અમેરિકી સૈન્ય હસ્તક્ષેપ ઓછો કરવા માંગે છે. ભારત માટે કેમ ચિંતાનો વિષય? હોર્મુઝની ખાડી ભારત માટે લાઈફલાઈન સમાન છે: કાચું તેલ: ભારતની જરૂરિયાતનું 40% ક્રૂડ ઓઈલ આ રસ્તેથી આવે છે. LNG ગેસ: ભારતનો 54% ગેસ (LNG) સપ્લાય આ માર્ગ પર નિર્ભર છે. જો આ રસ્તો બંધ રહે અથવા સુરક્ષા ન મળે, તો ભારતમાં પેટ્રોલ-ડીઝલ અને એલપીજી ગેસની ભારે તંગી સર્જાઈ શકે છે. અત્યારે પણ ઘણા રાજ્યોમાં ગેસ સંકટની શરૂઆત થઈ ચૂકી છે. ટ્રમ્પના આ વલણથી હવે ભારત જેવા દેશોએ પોતાની ઉર્જા સુરક્ષા માટે જાતે જ મેદાનમાં ઉતરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જો અમેરિકા મદદ નહીં કરે, તો વૈશ્વિક તેલ બજારમાં ભયાનક તેજી આવી શકે છે. Wedding Ritual: ભારતનું એક એવું ગામ જ્યાં માણસો નહીં પણ દેડકા પરણે છે ! આખું ગામ બને છે જાનૈયા અને શાસ્ત્રોક્ત વિધિથી થાય છે લગ્ન Post navigation Breaking News : યુદ્ધના 24મા દિવસે ઘૂંટણીએ પડેલા ડોનાલ્ડ ટ્રમ્પે કેમ સામેથી યુદ્ધવિરામ અને ઈરાન સાથે વાતચીતની કરી વાત ? જાણો Inside Story Breaking News : T20 વર્લ્ડ કપમાં નિષ્ફળતા છતાં રિંકુ સિંહને મળ્યું પ્રમોશન, હવે IPL 2026 માં ચાલશે સિક્કો! જાણો