એક તરફ રાજ્ય સરકાર દ્વારા લગ્ન નોંધણીના નિયમમાં માતાપિતાની મંજૂરી ફરજિયાત કરવા માટેનો સંશોધન પારિત કરવામાં આવ્યો છે. બીજી તરફ રાજ્યમાં લવ જેહાદના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. રાજ્યમાં વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે અમરેલીના રાજુલાથી સામે આવ્યો છે. પરિવારે યુવતી ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે. હિંદુ યુવતી 10 દિવસ પહેલા ઘરેથી બ્યુટી પાર્લરનો કોર્સ કરવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ વિધર્મી સાથે લગ્ન કરી લીધા છે. યુવતીએ વીડિયો જાહેર કરી પરેશાન ન કરવા જણાવ્યુ છે. પરિવાર સહિત હિંદુ સંગઠનોને પણ પરેશાન ન કરવા અપીલ વીડિયોમાં કરવામાં આવી છે. હાલ યુવતીનો વીડિયો સામે આવ્યા બાદ હિંદુ સંગઠનોમાં આક્રોશ ફેલાયો છે. હિંદુ આગેવાનોએ સોશિયલ મીડિયા પર વીડિયો મુકી રોષ ઠાલવ્યો છે. હિન્દુ યુવતીએ મુહિસ ફિરાણી નામના યુવક સાથે લગ્ન કરી લેતા વિવાદ સર્જાયો છે. હિન્દુ સંગઠનના આગેવાનોએ દીકરીઓનું ધ્યાન રાખવા સમાજના લોકોને ટકોર કરી છે અને કહ્યું છે કે જો ધ્યાન નહીં દેવાય તો આવનારા સમયમાં આવા કિસ્સા વધી જશે. આ તરફ યુવતીએ જણાવ્યું છે કે યુવકના પરિવાર સામે લગાવાયેલા તમામ આરોપ ખોટા છે. તે તેની મરજીથી ગઈ છે. તેને કે યુવકના પરિવારને કંઈપણ થયું તો તેની જવાબદારી તેના પરિવાર અને હિન્દુ સંગઠનોની રહેશે. Input Credit- Jaudev Kathi- Amreli “પ્રિવેડીંગ આપણે ત્યાં હતુ જ નહીં, આ તો દેખાદેખીમાં આવ્યુ”– પરશોત્તમ રૂપાલાએ લગ્નોમાં થતા ખોટા ખર્ચા સામે કરી ટકોર Post navigation સિગારેટના લાઇટરમાં કયો ગેસ હોય છે? જવાબ સપનામાં પણ નહીં વિચાર્યો હોય, LPG સમજવાની ભૂલ ન કરતા… Breaking News : Middle East સંકટ વચ્ચે PM મોદીએ યોજી મોટી બેઠક, તેલ, ગેસ અને વીજળી પર ચર્ચાઓ કેન્દ્રિત