રાજકોટ શહેરના ઘંટેશ્વર SRP કેમ્પમાં ખાખી વર્દીને શર્મસાર કરતી ઘટના સામે આવી છે, જ્યાં રક્ષક જ ભક્ષક બન્યો છે. કેમ્પમાં ફરજ બજાવતા ASI નરેન્દ્રસિંહ જાડેજા સામે પોલીસ પરિવારની જ બે બાળકીઓ સાથે શારીરિક અડપલાં કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આરોપી એક વર્ષ પહેલાં કેમ્પના ક્લોથિંગ વિભાગમાં કામ કરતો હતો અને તેના ઘરે ટ્યુશન ક્લાસ ચાલતા હતા. તે સમયે અભ્યાસ માટે આવતી બાળકીઓને લાલચ આપી તે મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવી છેડતી કરતો હતો. તાજેતરમાં એક બાળકી દાદા સાથે કેમ્પમાં નીકળી ત્યારે આરોપીને જોઈ ગભરાઈ જતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ ઘટના સામે આવતા અન્ય એક બાળકીએ પણ હિંમત દાખવી પોતાની સાથે થયેલી કરતૂત જણાવી હતી. યુનિવર્સિટી પોલીસે આ મામલે પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ બે અલગ-અલગ ગુના નોંધી આરોપી ASI ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બાઈક-સ્કૂટર માલિકો માટે કમાણીની નવી તક: ગડકરીની રાજ્ય સરકારોને અપીલ, ખાનગી ટુ-વ્હીલરને ટેક્સી તરીકે ચલાવવાની મળે મંજૂરી Post navigation IND vs NZ: ટીમ ઈન્ડિયા સામે ગ્લેન ફિલિપ્સનો દબદબો, 2026માં આ ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો Breaking News: શોએબ અખ્તરે ખોલી પાકિસ્તાની ક્રિકેટની પોલ, બોલ ટેમ્પરિંગ કેવી રીતે થતું હતું તેનો કર્યો ખુલાસો