Urvashi Patel Surat BJP Corporator : સુરત શહેરમાં ગંદા અને પીળા રંગના પાણીની સમસ્યાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે અડાજણ વોર્ડ નંબર 10નાં ભાજપનાં કોર્પોરેટર ઉર્વશી પટેલે આ સમસ્યાને લઈને સોશિયલ મીડિયા પર આપેલા નિવેદનથી વિવાદ સર્જાયો છે. વિવાદ શમ્યો ન હતો ત્યાં જ કોર્પોરેટરે વધુ એક પોસ્ટ મૂકતાં મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. શહેરમાં લોકોને મળી રહેલા ગંદા અને પીળા પાણીના મુદ્દે ઉર્વશી પટેલે સોશિયલ મીડિયા મારફતે નિવેદન આપ્યું હતું. તેમણે પાણીની સમસ્યાને તાજેતરમાં સર્જાયેલી અલ નીનો (El Niño)ની અસર સાથે જોડતાં જણાવ્યું હતું કે, હાલની સમસ્યા અલ નીનોની અસરને કારણે સર્જાઈ છે અને તેના કારણે નદીના પાણી સૂકાઈ ગયાં છે. જોકે, પીવાના પાણી જેવી ગંભીર સમસ્યાને લઈને કોર્પોરેટર દ્વારા આપવામાં આવેલા આ નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા અને વિવાદ શરૂ થયો હતો. લોકોની પાણીની સમસ્યાને લઈને જવાબદારીપૂર્વક જવાબ આપવાને બદલે કુદરતી પરિબળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાની ટીકા પણ થઈ રહી છે. વિવાદ વચ્ચે ફોલોઅર્સ વધ્યાની પોસ્ટથી ફરી ચર્ચા વિવાદિત નિવેદન બાદ ઉર્વશી પટેલે સોશિયલ મીડિયા પર બીજી એક પોસ્ટ મૂકી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, “મિત્રો 1 દિવસમાં 322 ફોલોઅર્સ વધી ગયા.” આ પોસ્ટ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ફરી ચર્ચા શરૂ થઈ છે. એક તરફ શહેરના લોકો ગંદા અને પીળા પાણીની સમસ્યાથી પરેશાન છે, તો બીજી તરફ કોર્પોરેટરની ફોલોઅર્સ વધ્યાની પોસ્ટને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે. લોકો માટે પીવાના પાણીનો પ્રશ્ન આરોગ્ય અને રોજિંદા જીવન સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે. ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા આ સમસ્યાના ઉકેલ અને જવાબદારી અંગે સ્પષ્ટતા કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. વિવાદિત નિવેદન બાદ ફોલોઅર્સ વધ્યાની પોસ્ટ મૂકવાને કારણે કોર્પોરેટરની સોશિયલ મીડિયા પરની ભૂમિકા પણ ચર્ચાનો વિષય બની છે. Breaking News : અમદાવાદમાં બનશે 175 મીટર ઊંચો સિટી સ્ક્વેર! AMCએ ₹570 કરોડના પ્રોજેક્ટની ડિઝાઇનને આપી આખરી મંજૂરી Post navigation Breaking News : અમરેલીના ખાંભામાં ઘરમાં ઘૂસ્યો સિંહ! કલાકો સુધી ઓરડામાં બેસી રહ્યો, જુઓ-Video Eetha Trailer: પગમાં ઘૂંઘરું, નાકમાં નથ અને નૌવારી સાડી.. ઈઠાના ટ્રેલરમાં છવાઈ શ્રદ્ધા કપૂર, જુઓ-Video